કચરરનાં ખર્ચમાં વાર્ષિક 1.68 લાખ રૂપિયાની બચત થશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં સોલાર સિસ્ટમથી અનેક કચેરી અને પંચાયત ઓફીસ વીજ બીલમાંથી મુક્ત થતી જોવા મળે છે ત્યારે માણાવદરની તાલુકા પંચાયત કચેરીમાં 25 કીલો વોલ્ટની સોલાર સિસ્ટમ લગાવામાં આવી છે.જેનાથી વીજ બીલ શુન્ય થયું છે.ત્યારે માણાવદર તાલુકા પંચાયતને પ્રતિ માસ રૂપિયા 14000નો ફાયદો અને વાર્ષિક 1.68 લાખની વીજ બીલમાં બચત થશે. તાજેતરમાં જ જૂનાગઢ જિલ્લા પંચાયત પણ સોલાર સિસ્ટમ સજ્જ થઇ છે ત્યારે જિલ્લામાં અનેક આવી કચેરી સોલાર સિસ્ટમથી વીજ બિલમાંથી છુટકારો જોવા મળે છે.જેના થકી સ્થાનિક સ્વરાજની કચેરીને રૂપિયાનું ભારણ ઓછું થશે અને નાણાની બચતથી અન્ય વિકાસ કામોમાં કામ આવશે.