દેશી દારૂ અને આથા સહિત કુલ 2.43 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ કેમ કે દારૂ અને જુગાર સહિતના અડ્ડાઓ પર ગાંધીનગરની એસ.એમ.સી ટીમ એક બાદ એક દરોડા કરી જિલ્લા પોલીસનું નાક કાપી રહી હોય તેવું સ્પષ્ટ નજરે પડે છે ત્યારે ફરી એક વખત થાનગઢ ખાતે દેસી દારૂની ભઠ્ઠી પર ગાંધીનગર એસ.એમ.સીની ટીમે દરોડો કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢ તાલુકાના વેલાળા ગામે સીમ વિસ્તારમાં ચાલતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર ગઈ કાળે એસ.એમ.સી ત્રાટકી હતી એસ.એમ.સી દ્વારા દરોડામાં 527 લીટર દેશી દારૂ કિંમત 1.05 લાખ, 3800 લીટર દેશી દારૂનો આથો કિંમત 95 હજાર અને સાથે જ ઝડપાયેલ બે શખ્સો પાસેથી બે મોબાઇલ, જનરેટર, વાહન લાકડા સહિત કુલ 2.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો આ સાથે ઝડપાયેલ બંને શખ્સોમાં અશોકભાઈ સરલા થતાં અજીતભાઈ ઝવેરભાઈ સરલાને સ્થળ પરથી ઝડપી પાડી પૂછપરછમાં વનરાજ કણભા માલા તથા સુરેશ નરશીભાઈ સરલાનું નામ સામે આવ્યું હતું. ત્યારે એસ.એમ.સી દ્વારા ઝડપાયેલ બે શખ્સો સહિત કુલ ચાર વિરૂદ્ધ થાનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



