150 ફૂટ રોડ પર આરાધના ગ્રુપના વધુ એક આઉટલેટની શરૂઆત
ઝાફર’સ ટીના નવા આઉટલેટમાં ચાની સાથે અલગ-અલગ પીણા અને ગરમાગરમ નાસ્તાની મોજ માણી શકાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ડી.એચ. કોલેજ પાસેના પ્રખ્યાત ઝાફર’સ ટીના વધુ એક આઉટલેટની શરૂઆત 150 ફૂટ રિંગરોડ પર થઈ છે. આજે પ્રથમ નોરતાંના દિવસે આરાધના ગ્રુપનું નવું સાહસ ઝાફર’સ ટીના પંદરમાં આઉટલેટનું બાપા સીતારાત એન્ટરપ્રાઈઝ, બોક્સ બાઈટ ફૂડ કોર્ટ, પુનિત સર્કલ પાસે 80 ફૂટ, જે.કે. સોસાયટી સામે ઓપનિંગ થઈ ચૂક્યું છે. આ તકે બાપા સીતારામ એન્ટરપ્રાઈઝના ધર્મેદ્રસિંહ ગોહિલ, ચિરાગભાઈ રામાણી, ઝાફર ચાવાળા અકિલભાઈ સહિત શહેરના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. રાજકોટ અને હવે તો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની પ્રખ્યાત ઝાફર’સ ટીના પંદરમાં આઉટલેટની પુનિત સર્કલ પાસે શરૂઆત થતા ચાના શોખીનોને અહીં માત્ર ચા જ નહીં પરંતુ અલગ અલગ પીણા અને ગરમા ગરમ નાસ્તાની મોજ પણ માણી શકશે. ફૂટપાથથી લઈને ફાઈવ સ્ટાર પંદરમા આઉટેલેટ સુધીની ઝાફર ચાની સફરમાં ડી.એચ. કોલેજ બાદ અયોધ્યા ચોક, બસ સ્ટોપ પાછળ, પુષ્કરધામ રોડ પર, બસસ્ટોપ પાછળ, કોઠારિયા નાકા ઉપરાંત રાજકોટ-ભુજ હાઈવે પર લજાઈ ચોકડી પાસે અને રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી નજીક સહિતના સરનામે ફાઈવ સ્ટાર કહી શકાય તેવા ટી શોપને ચા શોખીનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે.