રાજકોટના આરાધના ગ્રુપ -ઝાફર’સ ટીના નવા સાહસની મોરબી પાસે શરૂઆત
ચા પ્રેમીઓને ઝાફર’સ ટીની ભેટ રાજકોટ-મોરબી-કચ્છ હાઈવે પર મળી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હવેથી રાજકોટ બહાર પણ ઝાફર ચાની ચૂસ્કી લઈ શકાશે. રાજકોટના આરાધના ગ્રુપ – ઝાફર’સ ટીના નવા સાહસની મોરબી પાસે શરૂઆત થઈ ચૂકી છે. વસંત પંચમીના પાવન દિવસ પર ઝાફર’સ ટીના દસમા આઉટલેટનો લજાઈ ચોકડી – હોનેસ્ટ ખાતે શુભારંભ થયો છે. ઝાફર’સ ટીની ચૂસકી હવેથી મોરબી પાસે લજાઈ ચોકડીએ હોનેસ્ટમાં માણી શકાશે. રાજકોટ, મોરબી અને ભુજ આવતા-જતા મુસાફરોને ઝાફર ચાની ચૂસ્કી સાથે ગરમાગરમ નાસ્તાની મોજ માણવા મળશે. આરાધના ગ્રુપનું નવું સાહસ ઝાફર’સ ટીનું દસમું આઉટલેટ રાજકોટ બહાર સૌરાષ્ટ્ર – કચ્છમાં શરૂ થયું છે. આ પ્રસંગે કિશોરભાઈ રાઠોડ, વિશાલભાઈ શાહ, અકીલભાઈ પાણખણીયા, મકસુદભાઈ પાણખણીયા, દિલાવરભાઈ પાણખણીયા, જાફરભાઈ, લાલેશભાઈ રાઠોડ, કિશોરભાઈ રાઠોડ, વિશાલભાઈ શાહ, ‘ખાસ-ખબર’ તંત્રી ક્ધિનર આચાર્ય, એસ્ટ્રો વાસ્તુ ક્ધસલટન્ટ રાજુભાઈ ભટ્ટ અને અન્ય મહાનુભાવ હાજર રહ્યા હતા.
વર્ષોના સંઘર્ષ, આયોજન, બચત અને હિંમતથી ઝાફરની ચા બનાવતા આરાધના ગ્રુપે 2018માં રૈયા રોડ પર પોતાની નાની ચા – નાસ્તાની રેસ્ટોરન્ટ બનાવી. તેમને 2019માં બિગ એફએમએ ‘બેસ્ટ ચા’નો એવોર્ડ મળ્યો. માર્ચ 2023માં તેમણે વધુ એક રેસ્ટોરન્ટ ખોલ્યું સાથે ઝાફર’સ ટીથી આઉટલેટ ખોલવાની શરૂઆત કરી. અને હવે જાન્યુઆરી 2025 સુધીમાં ઝાફર’સ ટીના 9 જેટલા આઉટલેટ ખૂલી ચૂક્યાં છે. આ રીતે જોવા જઈએ તો 1974માં ડી.એચ કોલેજના દરવાજા બહાર એક નાનકડા ટેબલ શરૂ થયેલી ઝાફર ચા આજે ચાર દસક બાદ શહેરના અયોઘ્યા ચોક, બસસ્ટોપ પાછળ, પુષ્કરધામ રોડ સહિતના સરનામે ફાઈવ સ્ટાર કહી શકાય તેવા ટી શોપ સુધી પહોંચી ગઈ છે.