યુવરાજની ગઈકાલે નીલબાગ પોલીસ મથકમાં ધરપકડ કરવામાં આવી હતી
ખાસ-ખબર સંવાદદાતા
યુવરાજસિંહ જાડેજાની ગઈકાલે નીલબાગ પોલીસ મથકમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ યુવરાજસિંહ જાડેજાને એસઆઇટીની ટીમ દ્વારા ફરિવાર ડીએસપી કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. હવે યુવરાજસિંહનું આજે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.
ડમીકાંડ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. યુવરાજસિંહ જાડેજાની ગઇકાલે ધરપકડ બાદ આજે તેમને ઉજઙ કચેરી લઇ જવામાં આવ્યા છે. ત્યારે અહીં જઈંઝની ટીમ દ્વારા યુવરાજસિંહની વધુ પૂછપરછ કરાઇ શકે છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યુવરાજસિંહની પૂછપરછની શક્યતા છે.
યુવરાજસિંહ જાડેજાની ગઈકાલે નીલબાગ પોલીસ મથકમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ યુવરાજસિંહ જાડેજાને એસઆઇટીની ટીમ દ્વારા ફરિવાર ડીએસપી કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. હવે યુવરાજસિંહનું આજે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ત્યારબાદ તેમને પોલીસ રિમાન્ડ માટે કોર્ટમાં લઇ જવાય તેવી શકયતાઓ છે. ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ મામલે પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે. ડમી કાંડ મામલે પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા વિરૂદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરાઈ છે. ભાવનગર જઘૠ કચેરી ખાતે પોલીસ દ્વારા યુવરાજસિંહની અંદાજે 9 કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી અને ધરપકડ કરવામાં આવી હતી.
- Advertisement -
યુવરાજસિંહના સાળા કાનભા ગોહીલની સુરતથી ધરપકડ
કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ
ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
ડમીકાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખાસ નોંધનીય છે કે, ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં કાનભા ગોહિલ પર ગુનો નોંધાયો છે. સુરતથી ધરપકડ બાદ કાનભાને પણ ભાવનગર લઈ જવામાં આવશે જ્યાં તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. આ વચ્ચે સૌથી મોટો સવાલ એક જ છે, રૂપિયા કોણે આપ્યા હતા અને પૈસા ક્યાં છે ?
ભાવનગરમાં ખંડણી કેસમાં યુવરાજસિંહની ધરપકડ મોડી રાત્રે 1.30 કલાકે કરવામાં આવી છે. જેમાં જઙ કચેરીમાં ઈઈઝટ સહિતના મુદ્દે પૂછપરછ કરવામાં આવી છે. આ દરમિયાન યુવરાજસિંહ અને અન્ય પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આજે બપોરે 4 કલાકે યુવરાજને કોર્ટમાં રજુ કરવામાં આવશે જ્યાં તેના રિમાન્ડની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવી શકે છે.
ડમીકાંડના આરોપીની વાત માની મૂળ ફરિયાદી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં યુવરાજસિંહ પર ગુનાહિત ષડયંત્ર રચવાનો ગુનો નોંધાયો છે. આ ઉપરાંત નાણાંકીય આરોપોને લઈ યુવરાજના ગોળગોળ જવાબ આપતાં તેની સંડોવણી અંગે પણ સવાલ ઊભા થયા છે. આ તરફ યુવરાજે પૂર્વ શિક્ષણમંત્રી, જશુ ભીલના સમન્સની માંગ કરી છે.
- Advertisement -
યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં ઉતર્યા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર
યુવરાજસિંહ જાડેજાને હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું સમર્થન મળ્યું છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, યુવરાજસિંહને રૂપિયા લેવા હોત તો પહેલા જ લઈ લીધા હોત. આ સાથે તેમણે કહ્યું કે, પૂર્વ શિક્ષણ મંત્રી અને અસિત વોરાનું નામ આવ્યું એટલે યુવરાજસિંહ પર ફરિયાદ થઈ. મહત્વનું છે કે, ભાવનગરમાં કથીત તોડકાંડ મામલે યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું યુવરાજસિંહને લઈ મોટું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે ભાવનગરમાં યુવરાજસિંહની અટકાયત બાદ જગદીશ ઠાકોરે તેમણે સમર્થન આપ્યું છે. જગદીશ ઠાકોરે કહ્યું છે કે યુવરાજસિંહે જે કાગળ આપ્યું તે પોલીસ ચેક નથી કરતી તો તપાસ કેવી રીતે કરી? તેમણે કહ્યું કે, પોલીસ ભાજપ સામે અવાજ ઉઠાવનારાને દબાવવા માંગે છે પણ આ લડાઈ રોકાશે નહીં. તંત્ર 30 વર્ષમાં પેપર ફોડનારાને સજા કેમ ન આપી શક્યું તે મોટો સવાલ છે. નક્કી કરેલી સ્ક્રિપ્ટની ફરિયાદ નોંધી ભાજપની સામે અવાજ ઉઠાવનારને દાબવા માંગો છો.
બોવ પાપ ભેગુ થાય ત્યારે તેનો વિસ્ફોટ સત્યાનાશ કરે છે.