6 જાન્યુઆરી, 2021ના બળવાને પગલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા તેમને સસ્પેન્ડ કર્યા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાખલ કરવામાં આવેલા મુકદ્દમાના સમાધાન માટે YouTube 24.5 મિલિયન ડોલર ચૂકવવા સંમત થયું.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ 2021માં યુટયુબ પર કરેલા દાવામાં તેમને સફળતા મળી છે અને હવે ગુગલની માલિકીની આ કંપની ટ્રમ્પને વળતર પેટે રૂા.24.05 મીલીયન ડોલર ચુકવશે. એટલે કે યુટયુબને રૂા.217 કરોડ ચુકવવા પડશે.
- Advertisement -
યુટયુબે અદાલતી કેસમાં કોઈ ચુકાદો આવે તે પહેલા જ પ્રમુખ ટ્રમ્પ સાથે સમાધાન કરવાની ઓફર કરી હતી. 2021માં અમેરિકી સંસદ ભવન પર થયેલા હુમલા પછી યુટયુબે ડોનાલ્ડ ટ્રમ્પનું સોશ્યલ મીડીયા એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધુ હતું.
આ જ રીતે એલન મસ્કની કંપની એકસ એ પણ ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યુ હતું. ફેસબુકે પણ આવી જ હરકત કરી હતી. જેમાં પણ સમાધાન રૂપે મેટા કંપનીએ 25 મિલિયન ડોલર અને એકસ એ 10 મિલિયન ડોલર ચુકવ્યા હતા અને હવે ગુગલની માલિકીની યુટયુબે 24.5 મિલિયન ડોલરની વળતર આપવાનું સ્વીકાયુ છે આમ ટ્રમ્પને કુલ 80 મિલિયન ડોલરની રકમ મળશે.




