સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના શો India’s Got Latent ને લઈને થયેલો વિવાદ રૂકવાનું નામ નથી લઈ રહ્યો. હાલમાં જ આ શોનો એક નવો એપિસોડ રિલીઝ થયો છે, ત્યારબાદથી સમગ્ર વિવાદ શરૂ થયો હતો. આ શો દરમિયાન રણવીર અલ્હાબાદિયાએ અમુક એવા નિવેદન આપ્યાં હતાં, જેનો વિરોધ થઈ રહ્યો છે. આ સિવાય રણવીર અને શોની આખી ટીમ વિરૂદ્ધ દિલ્હી અને મુંબઈમાં કેસ પણ કરવામાં આવ્યો છે. અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે, ટીમ સામે અસમમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. વિવાદને વધતા જોઈ આ વિવાદિત એપિસોડને હવે YouTube માંથી હટાવી દેવામાં આવ્યો છે.
યુટ્યુબે દૂર કર્યો વિવાદિત વીડિયો
- Advertisement -
NHRCએ યુટ્યુબને વિવાદિત વીડિયો હટાવવનો નિર્દેશ કર્યો હતો. સાથે જ 3 દિવસની અંદર જવાબ આપવા પણ જણાવ્યું છે, ત્યારબાદ વીડિયોને દૂર કરવામાં આવ્યો. કેસ દાખલ થયા બાદ ઈન્ડિયા ગૉટ લેટેન્ટ શોના વિવાદિત નિવેદન મામલે મુંબઈ પોલીસે સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાનો સંપર્ક કર્યો હતો. પોલીસે બંનેને તપાસ અધિકારીઓ સામે હાજર થઈને સહયોગ કરવા અને આ મામલે પોતાનો પક્ષ મૂકવા કહ્યું છે.
શો દરમિયાન રણવીરના નિવેદનથી લોકો રોષે ભરાયા હતાં. ત્યારબાદ સમય રૈનાના શો પર અશ્લીલ સવાલ પૂછનારા રણવીર અલ્હાબાદિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી પોતાના નિવેદનને લઈને માફી માંગી છે. તેણે કહ્યું કે, ‘મારૂ નિવેદન અયોગ્ય હતું અને રમૂજી પણ નહતું. કોમેડી શો મારી વિશેષતા નથી. હું ફક્ત માફી માંગવા આવ્યો છું. હું આ નિવેદનને લઈને કોઈ કારણ નહીં જણાવું ફક્ત માફી માંગી રહ્યો છું’.
લોકોએ શો પર પ્રતિબંધની કરી માંગ
- Advertisement -
જેવો જ આ એપિસોડ લોકોએ સોશિયલ મીડિયા પર જોયો કે,સ તુરંત લોકોએ પોતાના એકાઉન્ટ્સ પર રણવીર અલ્હાબાદિયા અને ઇન્ડિયા ગૉટ લેટેન્ટ બંધ કરવાની માંગ કરી છે. આ સાથે જ રણવીરને અનસબ્સક્રાઇબ કરવાનું પણ શરૂ કરી દીધું છે. નેટિઝન્સનું કહેવું છે કે, રણવીર અલ્હાબાદિયાને જે ખ્યાતિ મળી રહી છે, તે એના લાયક નથી. જોકે, સમય રૈના અને રણવીરે અત્યાર સુધી આ વિવાદ પર કોઈ પ્રતિક્રિયા નથી આપી અને ન તો માફી માંગી છે.