વેરાવળમાં 12 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરે છે સતીમાં યુવા ગ્રુપ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વેરાવળમાં ભાવના સોસાયટીના સતીમાં યુવા ગ્રુપના સભ્યો છેલ્લા 12 થી વધુ વર્ષથી અનોખી ગણેશ ભક્તિ કરી અને ગણેશોત્સવ મનાવે છે.ખાસ કરીને આજના આધુનિક યુગમાં જ્યારે પીઓપી અને વિકરાળ સ્વરૂપના ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોઈ છે.ત્યારે આ ગ્રુપના 20 જેટલા યુવાનો 10 થી 15 દિવસ મહેનત કરી અને તૈયાર કરે છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ.જેની સ્થાપના કરી અને 5 દિવસ બાપ્પાની ભક્તિ કરે છે
- Advertisement -
આ વર્ષે આ યુવાનોએ થરમોકોલ, જરી અને 3500 જેટલી ગોલ્ડન ચોકલેટનો ઉપયોગ કરી ગણપતિ બનાવી અને તેમની સ્થાપના કરી છે.5 દિવસ સુધી ગણપતિની સેવા અને ભક્તિ યુવાનો ઉપરાંત આસપાસના સ્થાનિકો કરશે.શહેરના અનેક વિસ્તારોમાંથી લોકો આ અદભુત ગણપતિના દર્શન કરવા ઉમટી પડે છે.ઉપરાંત આસપાસના લોકો ભેગા મળીને સવાર અને સાંજે ગણપતિ બાપ્પાની આરતી કરે છે અને પાંચમા દિવસે બપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.ગ્રુપના સતીશ સિંધવા જણાવે છે કે ખાસ ખરીને આજના યુગમાં પર્યાવરણને નુકસાન ન થાય અને આપણો ભક્તિભાવ જળવાઈ રહે તે માટે અમો પીઓપી ને બદલે દર વર્ષે અલગ અલગ થીમ પણ ગણપતિ બાપ્પા બનાવી સ્થાપના કરીએ છીએ.



