સંચાલક બંધુ સહિત ત્રિપુટીએ ધોકા-પાઇપથી માર માર્યો : એ ડિવિઝનમાં ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મૂળ દ્વારકાના અને હાલ બસ સ્ટેન્ડ પાછળ આવેલ હોટેલ મુનમાં રહેતા અને આ જ હોટલમાં નોકરી કરતા વિજયભાઈ કરસનભાઈ ગોજીયા ઉ.25એ એચ.આર.કિંગ હોટલવાળા હિરેન પ્રજાપતિ, મયુર પ્રજાપતિ અને વિશાલ નેપાળી સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 12 તારીખે હું હોટલ મૂન ખાતે મારી નોકરી પર હતો અને મારા શેઠ ભાવેશભાઈ ગોવા ફરવા ગયા હોય તેથી હોટલનું કામકાજ હું તથા મેનેજર ગૌરાંગભાઈ સંભાળીએ છીએ. ગઈકાલ સત્ય સમર્પણ ન્યુઝના સોશિયલ મીડિયા પેજ ઉપર એચ. આર. કિંગ હોટલ મીલપરા ખાતે કુંટણખાનું ચાલે છે તેવા ન્યુઝ આપેલ હતા અને આ ન્યુઝવાળા વિશ્વજીતભાઈ મારા શેઠ ભાવેશભાઈના મિત્ર હોય તેથી હિરેનભાઈ પ્રજાપતિએ કોઈ રીતે ભાવેશભાઇને જણાવેલ કે, તમોએ તમારા મિત્ર વિશ્વજીતભાઈના ન્યુઝમાં અમારી હોટેલમાં કુટણખાનું ચાલે છે તેવું છપાવેલ છે. જેથી ભાવેશભાઈનો મને ફોન આવેલ અને વાત કરેલ કે તું હિરેનભાઈને જણાવ કે મેં તેમની હોટલ વિશે ન્યૂઝમાં કોઈ માહિતી આપેલ નથી જેથી ગઇ તારીખ 12ના રોજ રાત્રિના હિરેનભાઈની હોટલ ખાતે ગયેલ અને હિરેનભાઈને જણાવેલ કે, ભાવેશભાઈ તમારી હોટલ વિશે ન્યૂઝમાં અપાવેલ નથી જેથી હિરેનભાઈ તથા તેમના ભાઈ મયુરભાઈ મારી સાથે બોલાચાલી કરવા લાગેલ જેથી હું ત્યાંથી ભાગી ગયેલ અને પેલેસ રોડ ખાતે ખેતલાઆપા ટી સ્ટોલે જતો રહ્યો હતો. બાદમાં રાત્રિના મને અમારી હોટેલના મેનેજર ગૌરાંગભાઈનો ફોન આવેલ અને વાત કરેલ કે ત્રણ અજાણ્યા માણસો હોટલે આવેલ છે અને તમને બોલાવે છે.
જેથી હું હોટલ ખાતે જતો હતો તેવામાં હિરેનભાઈ, તેમના ભાઈ મયુરભાઈ તથા વિશાલભાઈ હોકી તથા લોખંડના પાઇપ જેવા હથિયાર સાથે ત્યાં ઉભા હતા અને હું ત્યાં પહોંચતા જ મને હોકી તથા લોખંડના પાઈપ જેવા હથિયાર વડે મને માર માર્યો હતો મને માથામાંથી લોહી નીકળવા લાગેલ અને ત્યાં મારા શેઠ ભાવેશભાઈના ભાઈ નિકુંજભાઈ સહિતના આવી જતા ત્રણેય લોકો ત્યાંથી ભાગી ગયા હતા અને મને હોસ્પિટલમાં લઇ ગયા હતા બાદમાં ફરિયાદ નોંધાવી હતી.



