દંપતી, પુત્ર સહિત ચાર શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના સદગુરુનગરમાં રહેતા કેતનભાઈ મનસુખલાલ ગોહેલએ ધ્રુવીત પરમાર, ધ્રુવીતના મમ્મી જયશ્રીબેન, તેના પિતા જનકભાઈ અને યશ ગવલી, ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ તા.24/03/2025 ના રોજ રાત્રીના હુ તથા મારા પત્ની ચેતનાબેન ગાંધીગ્રામમાં મારા પપ્પાના ઘરે ગયા હતા ત્યારે રાત્રીના પિતાજીના ઘર બહાર બોલાચાલીનો અવાજ આવતા મે ઘરની બહાર જોયું તો મારા ભાઈ મંથનને અમારી શેરીના ખુણા પાસે, યશ ગવલી માર મારતો હતો અને અને તેના મિત્ર દિગ્વિજય વાળાને ધ્રુવીત પરમાર માર મારતો હતો, જેથી હું તેમને છોડાવા માટે ગયેલ તો ધ્રુવીત પરમારે મારા મોઢા પર મિર્ચી સ્પ્રે છાટી મારા નાકના ભાગે મુક્કો મારેલ જેથી મારા નાકમાથી લોહી નીકળતા હુ ત્યા બેસી ગયેબ જે સમય દરમીયાન આ ધ્રુવીતના મમ્મી રેખાબેન તથા તેના પપ્પા જનકભાઈ ના આવી ગયેલ અને રેખાબેન અને જનકભાઈ એમા ટી-શર્ટ ફાડી નાખી મને માર મારેલ જે સમય દરમ્યાન ભાઈ મંથન પોલીસને કોલ કરવાનું કહેતા ધ્રુવીત, યશ, અને ધ્રુવીતના મમ્મી રેખાબેન અને તેના પપ્પા જનકભાઈ ત્યાથી ચાલ્યા ગયેલ અને જતા જતા ધ્રુવીત અમને ગાળો દેવા લાગેલ અને કહેવા લાગેલ કે મારી શેરીમાથી નીકળતા નહીં નહીતર તમારા ટાટીયા ભાંગી નાખીશું. આ સમય દર મ્યાન મારા ભાઈ મંથનએ 108 મા કોલ કરી દીધેલ અને થોડી વારમા 108 આવી જતા મને તથા દીગ્વીજયને સારવારની જરૂર હોય જેથી સારવારમાં સીવિલ હોસ્પિટલ ખાતે ગયેલ મને વધુ ઇજા થયેલ હોય જેથી મને સારવારમાં દાખલ કરેલ હોય અને દીગ્વીજય ને વધુ ઈજા ન હોય જેથી સારવાર કરાવી રજા આપી દીધેલ. આજ રોજ મને સાવ સારૂ થઈ જતા ફરિયાદ નોંધાવી હતી.