‘યોર રેસ્ટોરન્ટ એન્ડ પાર્સલ’ પહેલાં જતાં આ અહેવાલ વાંચી લેશો..
રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા: 62 કિલો અખાદ્ય જથ્થો પકડાયો
- Advertisement -
20 ધંધાર્થીઓમાં 8 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના, 20 નમૂનાની સ્થળ પર ચકાસણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શીરોમણી કોમ્પ્લેક્ષ, કવિ નાનાલાલ માર્ગ, બાલાજી મંદિર સામે ભૂપેન્દ્ર રોડ રાજકોટ મુકામે આવેલ “યોર રેસ્ટોરેન્ટ એન્ડ પાર્સલ” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી પ્રિપેર્ડ-ફૂડ, વાસી શાકભાજી તથા એક્સપાયરી ચીઝ અને સોસ વગેરે મળીને અંદાજીત 62 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીની તપાસ દરમિયાન કિચન અને સ્ટોરેજ સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ખાદ્યચીજો મુજબ સ્ટોરેજની યોગ્ય પધ્ધતિ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ સ્થળ પરથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ “પંજાબી સબ્જી માટેની ગ્રેવી, પનીર, તથા રેડ ચીલી સોસ” ના નમૂના લેવામાં આવેલ. યોર રેસ્ટોરેન્ટ એન્ડ પાર્સલમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 03 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં પંજાબી સબ્જી માટેની ગ્રેવી (પ્રિપેર્ડ-લુઝ), રેડ ચિલ્લી સોસ (લુઝ), પનીર (લુઝ)નો સમાવેશ થાય છે.
ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના પી.ડી.એમ. કોલેજ સામે, ગોંડલ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી, તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. લાઇસન્સ મેળવવા બાબતે સૂચનામાં બાલાજી દાળ પકવાન, સાઈ મદ્રાસ કાફે, સાઈ દાળ પકવાન, મારુતિ દાળ પકવાન, જય અંબિકા દાળ પકવાન, ભવાની દાળ પકવાન, આશાપુરા દાળ પકવાન, ક્રીષ્ના મદ્રાસીને સૂચના આપવામાં આવેલ છે.
- Advertisement -
નમુનાની સ્થળ પર ચકાસણી
દિલ્લીવાલે છોલે ભટુરે, અન્ના મદ્રાસ કાફે, અન્ના ઇડલી સંભાર, બાલાજી મદ્રાસ કાફે, બાલાજી ઇડલી સંભાર, બાલાજી દાળ પકવાન, બાલાજી ભૂંગળા બટેટા, જય ભવાની દાળ પકવાન, પટેલ વડાપાઉ, રાજમંદિર રેસ્ટોરન્ટ, સંગિતા રેસ્ટોરન્ટ, શિવશક્તિ પૌવા



