આવેદન પત્ર પાઠવી ડોનેશન પ્રથા પર પ્રતિબંધ મુકવા માંગ કરી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ગુજરાતમાં શિક્ષણનો બેફામ વેપાર થઇ રહ્યો હોવાના આક્ષેપ સાથે ખાનગી શાળાની મનમાનીથી વાલીઓ લુંટાઇ રહ્યા હોય ફિમાં વધારો તેમજ ડોનેશન પ્રથા પર પ્રતિબંધ મૂકવા માંગ કરાઇ છે.
આ અંગે આમ આદમી પાર્ટીએ આવેદન પત્ર જિલ્લા કલેકટરને આપ્યું હતું. આવેદનમાં જણાવાયું છે કે, દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ ખાનગી શાળામાં ફિ વધારા પર તેમજ ડોનેશન પ્રથા પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે શાળાઓ દ્વારા પુસ્તકો, યુનિફોર્મ, સ્કૂલ બેગ, મોજા, બૂટ વગેરે બાબતે ચોક્કસ જગ્યાએથી જ ખરીદવાના દબાણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ખાનગી સ્કૂલો માટે સરકાર આ નિયમ લાગુ કરવા, એફઆરસી (ફિ રેગ્યુલેશન કમિટી)માં વાલીઓનો સમાવેશ કરવા અને સ્ટાફનું શોષણ બંધ કરવા માંગ કરાઇ છે.