કરાઓકેના ફાઇનલમાં નેન્સી બાપોદરાએ મેદાન માર્યું.
ઓનલાઇન ગાયન સ્પર્ધામાં દેશના 224 સ્પર્ધકોમાં પ્રથમ આવી.
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદરની યુવતીએ ઇન્ડિયન આઇડોલ કરાઓકેના ફાઇનલ મેદાન મારી ઓનલાઇન સ્પર્ધામાં 224 સ્પર્ધકો માંથી પ્રથમ નંબર મેળવ્યો છે. કોરોના મહામારી વચ્ચે ઓનલાઇન સ્પર્ધાઓ યોજવામાં આવે છે ત્યારે ઇન્ડિયન કરાઓકે આઇડોલ સિઝન 2 નિખિલ મૂલે દ્વારા આયોજિત ઓનલાઇન ગાયન સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં ઓડિશન, સેમિફાઇનલ અને ફાઇનલ રાઉન્ડમાં 3 કેટેગરી રાખવામાં આવી હતી. દેશમાંથી 700 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને ફાઇનલમાં 240 સ્પર્ધકો આવ્યા હતા. જેમાં પોરબંદરની નેન્સી હારીતભાઈ બાપોદરા નામની યુવતીએ ભાગ લીધો હતો અને ફાઇનલ સુધી પહોંચી હતી.
પોરબંદરની નેન્સી બાપોદરાએ ફાઇનલમાં 224 સ્પર્ધકો માંથી પ્રથમ નંબર મેળવ્યો છે. નેન્સીએ જણાવ્યું હતું કે 15થી 35 વર્ષની વયની કેટેગરીમાં પ્રથમ નંબર મળ્યો છે. ઓનલાઇન કરાઓકે પર ગીત ગાયું હતું ફાઇનલમા હમ દિલ દે ચુકે સનમ ફિલ્મનું ટાઇટલ ગીત ગાયું હતું. નેન્સીને રોકડ પુરસ્કાર તથા સર્ટિફિકેટ મળશે. પોરબંદરની યુવતીએ પ્રથમ નંબર મેળવી પોરબંદરનું નામ રોશન કરતા આ યુવતીને શુભેરછઓની વર્ષા વરસી રહી છે.