હશે ક્ષમતા તો પહોંચીશું શિખર પર સૌપ્રથમ ક્ધિતુ
પ્રતિસ્પર્ધીને નડવાનું તો અમને સાવ નહિ ફાવે
ભાર્ગવ ઠાકરની ગૃહમંત્રીના કાર્યાલયમાં ખાસ ફરજ પર નિયુક્તિ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ સેક્રેટરી સ્વન.રામકૃષ્ણપ ઠાકરના સુપુત્ર અને જાણીતા યુવા કવિ ભાર્ગવ ઠાકરની રાજ્યેના ગૃહ અને યુવા સેવા સાંસ્કૃતિક વિભાગના રાજ્યણમંત્રી હર્ષ સંઘવીની ગાંધીનગર સચિવાલય કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિમણૂંક થઈ છે. ભાર્ગવ ઠાકર રાજકોટ મહાનગરપાલિકામાં સબઓડીટર તરીકે ફરજ બજાવતા હતા અને હવે તેઓએ ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકેની નવી જવાબદારી સંભાળી લીધી છે. યુવા કવિ અને રાજકોટ મનપાના કર્મચારી ભાર્ગવ ઠાકરની ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયમાં નિમણૂંક થતા તેમના મો. નં. 98242 00293 પર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.
- Advertisement -
કવિતા અને સાહિત્યમાં પારંગત ભાર્ગવ ઠાકર
આજ સુધી રાજકોટ મહાનગરપાલિકામાં સબઓડીટર તરીકે ફરજ બજાવતા હતા અને હવે ગૃહમંત્રીના કાર્યાલયમાં ખાસ ફરજ પર નિયુક્તિ થયેલા ભાર્ગવ ઠાકરે કવિતા અને સાહિત્યની દુનિયામાં પણ કાઠું કાઢ્યું છે. ભાર્ગવ ઠાકર એક ઉમદા કવિ ઉપરાંત આલા દરજ્જાના સાહિત્યકાર છે. તેઓ ખૂબ જ સારું એન્કરિંગ એન્ડ એક્ટિંગમાં પણ કરી જાણે છે. શબ્દો અને સાહિત્યના ઉપકાસ ભાર્ગવ ઠાકરની ઘણી કવિતાઓ અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. બહુ ઓછા કવિઓ ઉત્તમ ગઝલ આપી શક્યા છે ત્યારે રાજકોટના ભાર્ગવ ઠાકરની કેટલીક ગઝલો સર્વોત્તમ સાબિત થઈ છે.
ભાર્ગવ ઠાકરે લખેલી કવિતાઓ…
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે
- Advertisement -
વિચારોમાં જ મળવાનું તો અમને સાવ નહિ ફાવે
નર્યા મૃગજળ પકડવાનું તો અમને સાવ નહિ ફાવે
કિનારો એ જ, ભીની રેત, દરિયો, સાંજ પણ માદક
અટુલા અહીં રઝડવાનું તો અમને સાવ નહિ ફાવે
હતું ખેંચાણ તો ડૂબી ગયા આંખોના દરિયામાં
પરત ત્યાંથી નિકળવાનું તો અમને સાવ નહિ ફાવે
હશે ક્ષમતા તો પહોંચીશું શિખર પર સૌપ્રથમ ક્ધિતુ
પ્રતિસ્પર્ધીને નડવાનું તો અમને સાવ નહિ ફાવે
અમે શબ્દોના સાધક; જીભ પર છે શારદા દેવી
કોઈની આંખ કળવાનું તો અમને સાવ નહિ ફાવે
-ભાર્ગવ ઠાકર