રાજકોટ બાર એસોસિએશનના સભ્યની ’ધ ચૌહાણ લો ફર્મ’ ભક્તિનગર સ્ટેશન મેઈન રોડ પર શરૂ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ બાર એસોસિયેશનના સભ્ય અને લેબર તેમજ રેવન્યુ પ્રેક્ટિસમાં વિશેષજ્ઞતા ધરાવતા યુવા એડવોકેટ પ્રતાપ બી. ચૌહાણની નવી ઓફિસ’ધ ચૌહાણ લો ફર્મનો શુભારંભ રવિવાર, તા. 28/09/2025 ના રોજ થવા જઈ રહ્યો છે.
- Advertisement -
મૂળ જામનગર જિલ્લાના સેવક ધૂણિયા ગામના વતની પ્રતાપભાઈ ચૌહાણે છેલ્લા 30 વર્ષથી રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી છે. તેમણે વર્ષ 2007માં એડવોકેટની સનદ મેળવી હતી અને લેબર તથા રેવન્યુ ક્ષેત્રે તેમની કુનેહના કારણે સારી લોકચાહના મેળવી છે. વકીલાતની સાથે તેઓ સામાજિક સેવામાં પણ અગ્રેસર હોવાથી વિશાળ મિત્રવર્તુળ ધરાવે છે.
નવી ઓફિસ ’શુકન પોઈન્ટ’માં (ઓફિસ નંબર 411, ચોથો માળ, ભક્તિનગર સ્ટેશન મેઈન રોડ) સવારે 10 થી 2 ના શુભ મુહૂર્તમાં મંગલ પ્રારંભ થશે. આ શુભ અવસર માટે એડવોકેટ પ્રતાપ બી. ચૌહાણ, એડવોકેટ આકાશ એમ. ચૌહાણ, અને એડવોકેટ અભય આર. ચૌહાણએ સગાસંબંધીઓ, સ્નેહીજનો, સમાજના આગેવાનો, અને વકીલ મિત્રોને હાજર રહી પ્રોત્સાહિત કરવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે
નવા સાહસના શુભારંભ પ્રસંગે પ્રતાપભાઈ ચૌહાણને તેમના મોબાઈલ નંબર 9427497683 પર પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.