વિરાટ કોહલીથી લઈને બોલીવુડ સ્ટાર્સ સુધીના પ્રેમાનંદજી મહારાજની પરંપરામાં જોડાયો રાજકોટનો યુવાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વૃંદાવનના પ્રખ્યાત રાધા વલ્લભ મંદિરના ગોસ્વામી તથા વૃંદાવનના યુવરાજ પૂ. મોહિત મરાલ સ્વામી, જે પ્રખ્યાત પ્રેમાનંદજી મહારાજના ગુરુ છે, તેમના શિષ્ય તરીકે રાજકોટના યુવા કલાકાર જેનિશ બુદ્ધદેવને સામેલ કરવામાં આવ્યા છે. આ પ્રસંગ રાજકોટ માટે ગૌરવપૂર્ણ ક્ષણ તરીકે માનવામાં આવી રહ્યો છે.
જેનિશ બુદ્ધદેવ જ્યારે રાધા વલ્લભ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા ત્યારે પૂ. મોહિત મરાલ સ્વામીએ તેમને અંગત રીતે ઓળખીને ગર્ભગૃહના દર્શન કરાવ્યા હતા. માત્ર એટલું જ નહીં, સ્વામીએ પોતાના હસ્તે જેનિશને ભોજન કરાવ્યું હતું.
પૂ. મોહિત મરાલ સ્વામીએ અત્યાર સુધીમાં ખુબ ઓછા લોકોને જ પોતાનો શિષ્ય બનાવ્યો છે. એમાં રાજકોટના જેનિશ બુદ્ધદેવને પાંચમા શિષ્ય તરીકે પસંદ કરીને બ્રહ્મચર્ય સ્વીકાર કરાવ્યો અને જય શ્રી હરિવંશ પરિવારમાં સામેલ કર્યા.
- Advertisement -
આ દુર્લભ ક્ષણને કારણે રાજકોટ શહેરમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. એક યુવા કલાકારને આવી પરંપરા અને આદ્યાત્મિક પરિષદમાં સ્થાન મળવું શહેર માટે સન્માનની વાત માનવામાં આવી રહી છે.



