અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચામાં વિપક્ષ સરકારોની આર્થિક બેહાલીની સામે મોદી સરકારના આર્થિક વિકાસને રજૂ કરતા નાણામંત્રી
અવિશ્વાસ પ્રસ્તાવ પરની આજે આગળ વધેલી ચર્ચા સમયે નાણામંત્રી નિર્મલા સીતારામને વિપક્ષો ઉપર સીધો પ્રહાર કરતા જણાવ્યું હતું કે તમે દેશને વાયદા આપ્યા છે અને અમે લોકોના સ્વપ્ન પુરા કરી રહ્યા છીએ. આજે લોકસભામાં ત્રીજા દિવસની ચર્ચાનો પ્રારંભ નાણામંત્રીએ કર્યો હતો.
- Advertisement -
જણાવ્યું કે, વિશ્વભરમાં આર્થીક સંકટ છે અને વધતી મોંઘવારી તથા ઘટતા વિકાસદરનો સામનો અમેરીકા, બ્રીટન સહિતના દેશો કરી રહ્યા છે. તેમના દેશોની બેંકો સતત વ્યાજદરોમાં વધારો કરી રહી છે.
#WATCH | Union FM Nirmala Sitharaman says, "Our DBT story sets an example for the rest of the world. I recognise the operationalisation of DBT by UPA but only Rs 7,367 crores were transferred in 2013-14. From that amount, DBT transfers have increased 5 times by 2014-15 itself. In… pic.twitter.com/bVIWhyi50X
— ANI (@ANI) August 10, 2023
- Advertisement -
ત્યારે ભારતમાં સૌથી ઝડપી વિકાસ દર હોવાનું વિશ્વ કબુલ કરે છે. આજે નિર્મલા સીતારામ બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ પણ ચર્ચામાં ભાગ લેશે. જયારે બપોરબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચાનો જવાબ વાળશે અને તેના ઉપર દેશની નજર છે.
#WATCH | Union FM Nirmala Sitharaman says, "We have realised that the banking sector needs to be healthy and therefore we took a lot of measures. Banks are able to work without political interference, they are working with professional integrity. 'Banks mein failaya hua aapka… pic.twitter.com/H2ktvKp1ot
— ANI (@ANI) August 10, 2023
આજે ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર
નિર્મલા સીતારમણે કહ્યું કે 2013માં મોર્ગન સ્ટેનલીએ ભારતને દુનિયાના પાંચ કમજોર અર્થતંત્રની યાદીમાં સામેલ કર્યું હતું. ભારતને કમજોર અર્થતંત્ર પણ જાહેર કર્યું હતું. આજે એ જ મોર્ગન સ્ટેનલીએ ભારતને અપગ્રેડ કરી ઊંચું રેટિંગ આપ્યું છે. ફક્ત 9 વર્ષમાં અમારી સરકારની નીતિઓને કારણે અર્થતંત્ર આગળ વધ્યું અને કોરોના છતાં આર્થિક વિકાસ થયો. આજે ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે.
No Confidence Motion discussion | "Transformation comes through actual delivery, and not through spoken words. You show dreams to people. We make their dreams a reality. We believe in empowering all and appeasement of none," FM Nirmala Sitharaman says pic.twitter.com/Awz4Fx4WVa
— ANI (@ANI) August 10, 2023
કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે ભારત તેના ભવિષ્યના વિકાસ વિશે આશાવાદી અને સકારાત્મક બંને છે. ભારતને પ્રગતિના માર્ગે જતાં કોઈ નહીં રોકી શકે. બનશે, મળશે જેવા શબ્દો હવે પ્રચલનથી બહાર થઈ ગયા છે. આજકાલ તો લોકો બની ગયું, મળી ગયું, આવી ગયું જેવા શબ્દો વાપરી રહ્યા છે.
#WATCH | No Confidence Motion discussion | Union FM Nirmala Sitharaman says, "Words like 'banega, milega' are not in use anymore. What are the people using these days? 'Ban gaye, mil gaye, aa gaye'. During UPA, people said 'Bijli aayegi', now people say 'Bijli aa gayi'. They said… pic.twitter.com/SLVPqbBOlL
— ANI (@ANI) August 10, 2023
યુપીએના શાસનમાં લોકો કહેતા હતા કે વીજળી આવશે, હવે લોકો કહે છે કે વીજળી આવી ગઈ. તેમણે કહ્યું કે ગેસ કનેક્શન મળશે, હવે ગેસ કનેક્શન મળી ગયું, એરપોર્ટ બનશેની જગ્યાએ એરપોર્ટ બની ગયું જેવા શબ્દો વપરાઈ રહ્યા છે. અમારી અને કોંગ્રેસ વચ્ચે ફક્ત એટલું જ અંતર છે કે કોંગ્રેસ સપના બતાવે છે અને ભાજપ લોકોના સપના સાકાર કરે છે.