નીતા દવે
opposite are always attractive
- Advertisement -
જ્યારે બે વિરોધાભાસી તત્વો સામસામે હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ બંને બાજુ આકર્ષણ થાય,આવો વિજ્ઞાનનો નિયમ છે અને આ નિયમ માનવના વ્યક્તિત્વમાં પણ જોવા મળતો હોય છે. વિષમતાઓ આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. એવી જ રીતે એકબીજાથી અલગ વ્યક્તિત્વ ધરાવતી બે વ્યક્તિ હંમેશા પરસ્પર ખેંચાણનો અનુભવ કરતી હોય છે.આ આપણા બધાને જીવનમાં કોઈને કોઈ તબક્કે થયેલો અનુભવ છે.આવું શા માટે બનતું હશે..?
સામાન્ય રીતે લોકો પોતાના ગમાં, અણગમાં, કે પસંદગી પ્રમાણે સમાજિક કે લાગણી સભર સંબંધો બાંધતા અને કેળવતા હોય છે. ખાસ કરીને લાગણીના સંબંધોમાંલોકો મિત્રતામાં પોતાના સ્વભાવ,શોખ, અને પસંદ મુજબના પાત્ર સાથે દોસ્તી કરતા હોય છે.એમ છતાં પણ પોતાના વિચારોથી અલગ વિચાર ધરાવતા વ્યક્તિ સાથે પણ આપણે લાગણી તેમજ સંવેદનાઓ અનુભવતા હોઈએ છીએ. એનું કારણ કદાચ એવું કહી શકાય કે સરખાપણું કે સમાનતા વધી જતા સંબંધમાં એક સ્થિરતા આવી જાતી હોય છે.લાંબા સમયગાળા પછી એ લાગણીઓ ફ્રીઝ થઈ જતી હોય છે. જ્યારે અલગ શોખ અલગ વિચારો અને અલગ જીવનશૈલી ધરાવતા બે પાત્રો વચ્ચે જીવન નાવિન્યસભર અને સંબંધો જીવંત રહેતા હોય છે.
લગ્ન જીવનની વાત કરીએ તો જીવનસાથી ની પસંદગી બાબતે યુવાનો લગભગ પોતાના ઘર, કુટુંબ, શોખ,અને જીવનશૈલી સાથે અનુરૂપ હોય તેવું પાત્ર શોધતા હોય છે અને જ્યારે આવા પાત્ર સાથે જીવનમાં લગ્ન સંબંધથી જોડાય પણ જાય છે.લગ્નના થોડા સમય સુધી તો પ્રેમ,લાગણી, હુંફ, સપનાઓ, સંબંધોબધું જ વ્યવસ્થિત જીવન જીવવાતું હોય છે.પરંતુ લગ્નજીવનના 8, 10, કે 15 વર્ષ પછી બંને પાત્રો વચ્ચે લાગણી કે પ્રેમ ને બદલે માત્ર વ્યવહાર જીવાતો હોય તેવી અનુભૂતિ બંનેને થતી હોય છે! આવું શાં માટે બનતું હશે?આનુ મનોવૈજ્ઞાનિક રીતે કારણ જાણીએ તો કંઈક આવી રીતે સમજી શકાય.
- Advertisement -
વ્યક્તિ સમજણી થયા પછી નાનપણથી લઈ અને જીવનના દરેક તબક્કામાં પોતાની પસંદ, નાપસંદ અને પૂર્વગ્રહ, વચ્ચે પોતાની જીવન શૈલી જીવતી હોય છે અને જીવનનું અંતરંગ પાત્ર એટલે જીવનસાથી કહી શકાય.જ્યારે બંને વચ્ચેના શોખ અને જીવન જીવવાનો અભિગમ સમાન બનતો જાય ત્યારે રોજીંદુ જીવન નીરસ બનતું જાય છે.રોજબરોજના નિત્ય ક્રમમાં કશું નાવીન્ય રહેતું નથી અને આ જ કારણ છે,કદાચ કે લાંબુ લગ્ન જીવન સાથે વિતાવ્યા પછી પણ ક્યારેક બંને પાત્રો પોતાનાં દૈનિક જીવનમાંમાં યડ્ઢભશયિંળયક્ષિં લાવવા માટે પોતાનાથી વિપરીત વિચારો અને આદતો ધરાવતા હોય તેવા વિજાતીય મિત્રોની શોધમાં ફરતાં હોય છે અથવા વિજાતીય પાત્ર સાથે પોતાની જાત ને વધારે ભજ્ઞળરજ્ઞિફિંબહય હોય તેવું અનુભવતા છે. આજ કારણથી શરૂ થતા હોય છે યડ્ઢિફિં ળફશિફિંહ ફરરફશતિ..!
અથવા તો સમાજમાં ચર્ચાસ્પદ બનતા મૈત્રી કરારો..! જોકે,એવું બિલકુલ જરૂરી નથી કે બે વિજાતીય પાત્રો વચ્ચે થતું આકર્ષણ એ માત્ર દેહિક વાસના જ હોય. ક્યારેક જીવનમાં બધી જ સુખ સાહ્યબી અને સંતુષ્ટી મેળવ્યા પછી પણ વ્યક્તિ પોતાના વિચારો અને સંવેદનાઓને કોઈ જીલી શકે તેવું પાત્ર શોધતા હોય છે.જ્યાં મૌન પણ બોલતું થતું હોય છે અને શબ્દ વામણો બની જતો હોય છે. આ મિત્રતાની શ્રેષ્ઠ કક્ષા કહી શકાય.પરંતુ આપણો સમાજ એટલો સહજ નથી કે વિજાતીય મૈત્રી ને આટલી સ્વાભાવિક રીતે સ્વીકાર કરી શકે.આથી લોકો આભાસી દુનિયા તરફ પોતાનું મન વાળતા થયા છે.વર્તમાન સમયમાં ખૂબ નજીકથી જીવાતા સોશિયલ મીડિયાના સંબંધો આનાથી વિશેષ કંઈ જ નથી. માનવીનું મન હંમેશા કંઈક નવીન પામવા કે કંઈક આશ્ચર્ય ચકિત કરી દે તેવા રોમાન્સ અનુભવવા હંમેશા આતુર રહેતું હોય છે. એક બીબાઢાળમાં સીધી ચાલતી જિંદગી જીવન નહીં પણ શ્વાસોની ગુલામી બની જતી હોય છે.આથી જ લોકો ઉંમરના કોઈ પણ પડાવે પહોંચ્યા પછી પણ પરસ્પર વિરોધાભાસી વિચારોને મન આવકારતું હોય છે.સંબંધોને ફરી પાછા જીવંત કરવા શું કરી શકાય..?
જીવનમાં જ્યારે પણ એવી અનુભૂતિ થાય કે હવે માત્ર દિવસો પસાર થાય છે .જીવનમાં જીવંતતા જેવું કશું રહ્યું નથી ત્યારે આપણે કોઈપણ સંબંધમાં સામેના પાત્ર પાસેથી આપણા જીવનનો આનંદ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ જ કદાચ મોટી ભૂલ હોય છે. કેમ કે, કદાચ એવું પણ બને કે એ પતિ-પત્ની હોય કે મિત્રો કે લાગણી સભર સંબંધો કદાચ તમારી પાસે પણ સંબંધોમાં નાવિન્ય ની ઝંખના કરતા હોય..!! તો શ્રેષ્ઠ ઉપાય એ છે કે રોજિંદા જીવનને વિપરીત રીતે જીવવાનો પ્રયત્ન કરવો. જે જે કાર્ય આખા જીવન દરમિયાન નથી કર્યા તેવા નવા કામો શીખવા ,અને કરવા પ્રયત્ન કરવો. સ્વભાવને પરિવર્તિત કરવો, જાતને આનંદમાં રાખવી,ભૂલોને ભૂલી જવી, અને સંબંધોની મીઠાશને તાજી રાખવી.વરસાદમાં પલળવા માટે કે ચોકલેટ ખાવા માટે બાળક હોવું જરૂરી નથી મન બાળકનું રાખવું જરૂરી છે.કેમ કે, બાલ્યાવસ્થા એ જ એક એવી અવસ્થા છે જ્યારે આપણે વર્તમાનને જીવતા હોઈએ છીએ .વિષમતાઓ જ હંમેશા એકત્વ નું નિર્માણ કરતી હોય છે. પ્રકૃતિ પણ આવું જ શીખવે છે કાળમીંઢ પહાડ પરથી ખડખડ કરતું વહેતું ઝરણું મીઠી નદીનું ખારા દરિયાના પાણીમાં ભળી જવું અને ઈશ્વરની શ્રેષ્ઠ કલાકૃતિઓ સ્ત્રી અને પુરુષનું પરસ્પર ને મળ્યા પછી પૂર્ણતાને પામવું આથી વિશેષ વિરોધાભાસી એકત્વ બીજું ક્યુ હોય શકે..?