રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિની 3 ઓગસ્ટે ચૂંટણી યોજાશે, ઉમેદવારી ફોર્મમાં વિગત મુદ્દે વિવાદ
ફોર્મ રદ કરી ઉમેદવાદ હસુભાઇને ગેરલાયક ઠેરવવા માગ
ક્રમાંક નં.1ના રસિકભાઇ બદ્રકિયાની પેનલમાં ઉમેદવારી નોંધાવી છે
ઉમેદવારી ફોર્મમાં કોલમ નં.8માં ગુનાની વિગત જાહેર ન કરાયાનો આક્ષેપ
માલવીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોવાનો પુરાવો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આગામી 3 ઓગસ્ટે યોજાનારી ચૂંટણી પહેલા જ વિવાદ ઊભો થયો છે. જેમાં પેનલ નં.1ના ઉમેદવાર હર્ષદભાઈ રસિકભાઈ બકરાણીયાએ તેમના ઉમેદવારી ફોર્મમાં ફોજદારી ગુનાની માહિતી છુપાવી હોવાનો યોગિનભાઈ છનિયારાની પેનલ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ ફોર્મ રદ કરી ઉમેદવાદ હસુભાઇને ગેરલાયક ઠેરવવા માગ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ઉમેદવારી ફોર્મમાં કોલમ નં.8 મુજબ કોઇ પણ ઉમેદવાર સામે કેસ કે ઋઈંછ હોય તો તેનો ઉલ્લેખ ફરજિયાત છે, તેમાં હસુભાઇ બકરાણીયાએ કોઇ માહિતી આપી નથી. જ્યારે તેમના સામે રાજકોટ શહેરના માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ઋઈંછ નંબર 1/332/2015 મુજબ ગુનો નોંધાયો છે. તેમજ આગોતરા જામીન પણ મેળવ્યા હતા. હાલમાં કેસ ચાલુ છે. ગુનાહિત ઇતિહાસ હોવા છતા તેમણે ઉમેદવારી ફોર્મમાં કોઇ ખુલાસો આપ્યો નથી, જેને કારણે યોગિનભાઈ છનિયારાએ તેમનું ફોર્મ ગેરલાયક ગણાવવા સાથે પેનલની તમામ ઉમેદવારી રદ કરવાની તેમજ કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ત્યારે હવે ચૂંટણી અધિકારી શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યુ.
જ્ઞાતિની ચૂંટણી માટે રસિકભાઇ બદ્રકિયા અને યોગીનભાઇ છનિયારાની પેનલ મેદાનમાં
રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિના પાંચ ટ્રસ્ટી અને નવ કાર્યવાહક કમીટીના સભ્યોની વર્ષ 2025થી 2028 માટેની ચૂંટણી
3 ઓગસ્ટે યોજાશે. જેમાં રસિકભાઇ બદ્રકિયા અને યોગીનભાઇ છનીયારાની પેનલ મેદાનમાં છે. આ ઉપરાંત ચૂંટણી અધ્યક્ષ તરીકે પ્રવિણભાઇ અઘારા સેવા આપશે.