ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી ધરોહર પૈકી યોગ હરોળના સ્થાને છે. વિશ્વના તમામ દેશોએ યોગને રાજીખુશીથી સ્વીકાર્યા છે. યોગનું અનુકરણ કરવાનું કર્યુ છે. છેલ્લા ચાર વર્ષમાં યોગનો ફેલાવો જેટ ગતિએ થયો છે. વિશ્વના ૧૩૦ દેશોએ યુએનની એસમ્બલીમાં યોગને સમર્થન આપ્યું છે. જેના પરિણામે ર૧ જુનના રોજ વિશ્વયોગ દિવસની ઉજવણી થાય છે.
‘યોગ’- એ શરીરનો વ્યાયામ છે, મનનો આયામ (નિયમન) છે, અધ્યાત્મનું આયાન(આગમન) છે. યોગ એક પણ ફાયદા અનેક. જે યોગ કરે છે એના સંજોગ સુધરી જાય છે. યોગ કર્યા પછી આરામ જ આરામ છે. સિંહને જોઈ જેમ શિયાળ ભાગે એમ યોગ થતાં જ રોગો ભાગવા માંડે છે. યોગ ભગાડે રોગ.
- Advertisement -

સંસ્કૃત ધાતુ યુજૂ-પરથી યોગ શબ્દ બન્યો છે. યુજૂનો અર્થ છે જોડવું. આત્માને પરમાત્મા સાથે જોડવાની શાસ્ત્રોક્ત પદ્ધતિમાં યોગનો પણ સમાવેશ થાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ- એ મૂળ યોગનાં આઠ અંગો છે, જેથી તેને અષ્ટાંગ યોગ પણ કહે છે. તેમજ યોગથી એકાગ્રતા વધે છે. યાદશકિત વધે છે. જેને લીધે ભણવામાં ઘણી વાર અસર થાય છે. કારણ કે યાદશકિત વધવાથી બધુ સરળતાથી સ્મૃતિમાં યાદ રહી શકે છે. યમ એટલે સ્વચ્છિક બંધન, આત્મસંયમ કે સ્વનિયંત્રણ. નિયમ એટલે વ્રત, આત્માનુશાસન કે કાયદો.
યમ-નિયમ યોગાભ્યાસ માટેની પૂર્વશરતો માનવામાં આવે છે. આસન, શરીર તથા મનની સ્થિરતા લાવવામાં સમર્થ છે, આસનોમાં વિવિધ શારીરિક આકૃતિઓ ધારણ કરવાનો સમાવેશ થાય છે અને તે વ્યક્તિને એક જ શારીરિક સ્થિતિમાં નોંધપાત્ર સમય સુધી ટકાવી રાખવા સક્ષમ બનાવે છે.યોગમાં જો જાણવા વગર આસન કરીએ કે કોઇ શિક્ષણ વગર આસન કરીએ તો એને નુકશાન થઇ શકે જો આપણે યોગ સવારના સમયે વહેલા ઉઠીને કરીએ તો ઘણો ફાયદો થાય છે. યોગ નિયમિત રૂપે કરવાથી ઘણા બધા જાણ્યા અજાણ્યા ફાયદાઓ થાય છે. અને સ્વસ્થ પણ રહીએ છીએ.
યોગ કરવાના અનેક ફાયદા છે. નિયમિત યોગ કરવાથી તમારુ દિલ મજબૂત થાય છે. તણાવથી બચો છો. યાદગીરી મજબૂત થાય છે. બીપીની સમસ્યા રહેતી નથી. વજન વધતુ નથી. આ ઉપરાંત સૌથી જરૂરી વાત તમારા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો રોજ સવારે ઉઠીને આ યોગાસનોને અજમાવો અને તમારા શરીરને ફિટ અને તંદુરસ્ત રાખો.
- Advertisement -
લેખન
-ડો સચિન જે પીઠડીયા માંગરોળ
-રાઘિકા વ્યાસ ભાવનગર



