યોગ દિવસના એક દિવસ પહેલા યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું હતું
યોગ દિવસ નિમિત્તે રશિયા, ચીન, બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિતના ઘણા દેશોના લોકો ભેગા થઈને અલગ-અલગ આસનો કરતા જોવા મળ્યા હતા. આ દેશોમાં હાજર ભારતીય દૂતાવાસોએ પણ યોગ દિવસ પર વર્કશોપ અને શિબિરોનું આયોજન કર્યું હતું. યોગ દિવસના એક દિવસ પહેલા યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું હતું કે યોગ માત્ર શરીર અને મનને જ નહીં, પરંતુ વિશ્ર્વભરના લાખો લોકોને પણ જોડે છે. તે ચિંતા ઘટાડે છે અને માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
- Advertisement -
નેવીએ 10 દેશમાં યોગની મહાસાગરની રીંગ બનાવી
બુધવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતીય નૌસેનાએ 10 દેશોમાં પોતાના યુદ્ધ જહાજો મોકલીને ’ઓશન રિંગ ઓફ યોગ’ બનાવ્યું છે. 3500 મરીન 19 જહાજોમાં લગભગ 35 હજાર કિમીનું અંતર કાપ્યું. આ તમામ ખલાસીઓ યોગના એમ્બેસેડર તરીકે નેવીનું પ્રતિનિધિત્વ કરશે. તેમાંથી 2400 મરીન 11 નેવી જહાજો દ્વારા આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં 10 વિદેશી બંદરો પર પહોંચ્યા હતા. આ સિવાય વિવિધ દેશોના નૌકાદળના જહાજોમાં સવાર લગભગ 1200 નેવી કર્મચારીઓએ પણ આ રિંગ બનાવવામાં ભાગ લીધો હતો.
- Advertisement -
અહીંથી તેમણે ’ઓશન રિંગ ઓફ યોગા’નું નિર્માણ કર્યું. ઈંગજ કિલતાન, ચેન્નાઈ, સુનૈના, શિવાલિક, ત્રિશુલ, તર્કશ, સુમિત્રા, બ્રહ્મપુત્રા જેવા અનેક જહાજોએ આ પહેલમાં ભાગ લીધો હતો.
મરીન આ દેશોમાં જહાજો લઇ પહોંચી
યુદ્ધ જહાજોએ બાંગ્લાદેશમાં ચટગાંવ, ઇજિપ્તમાં સફાગા, ઇન્ડોનેશિયામાં જકાર્તા, કેન્યામાં મોમ્બાસા, મેડાગાસ્કરમાં ટોમાસિના, ઓમાનમાં મસ્કત, શ્રીલંકામાં કોલંબો, થાઇલેન્ડમાં ફૂકેટ, મલેશિયામાં મલક્કા અને સંયુક્ત આરબ અમીરાતમાં દુબઇ ખાતે પોર્ટ કોલ કર્યા હતા. (ઞઅઊ) પહોંચ્યા.