ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત આયોજ
શિબિરમાં જોડાવા રજિસ્ટ્રેશન ફરજિયાત, એન્ટ્રી પાસ મેળવનારને યોગ કીટ અપાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ, તા.12
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ ખાતે યોગ મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાશિબિરનો હેતુ રાજકોટવાસીઓને મેદસ્વિતામાંથી કેમ મુક્ત રહી શકાય મેદસ્વિતા કેમ દૂર કરી શકાય તેમજ સંપૂર્ણ નિરોગી બની રહેવાય તેના વિશે માર્ગદર્શન આપવાનો છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ સેવક ચેરમેન શિશપાલજી દ્વારા રાજકોટવાસીઓને કેમ સ્વસ્થ રહેવું, તંદુરસ્ત રહેવું અને આનંદમા રહેવું તેને લગતા યોગ અને ખોરાક અંગેની માહિતી આપવા આવે છે.
આ શિબિરની સફળતા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દરેક કોર્ડીનેટરો, યોગ કોચ, યોગ ટ્રેનરો આજે રાજકોટના દરેક વિસ્તારોમાં યોગની રેલીઓ કરીને રાજકોટવાસીઓને યોગ તરફ જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. યોગ મહાશિબિરનું આયોજન 19 જૂન 2025, ગુરુવાર સવારે 5:30 થી 7:30 ધર્મેન્દ્ર સિંહજી કોલેજ, ડો યાજ્ઞિક રોડ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ઉપસ્થિત રહેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
સાથે જ એન્ટ્રી પાસ મેળવનારને શિબિર બાદ પણ યોગનો અભ્યાસ કરી શકે તેવા હેતુથી યોગ કીટ આપવામાં આવશે. એન્ટ્રી પાસ મેળવવા માટે શિબિર સ્થળ પર સવારે 9 થી 11 અને બપોરે 4 થી 6માં રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. અથવા પારૂલ દેસાઈ 9429502180 અને નિતિન કેસરિયા મો.9428231873નો સંપર્ક કરી શકાશે.
- Advertisement -
“આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” જિલ્લા કક્ષાની ઉજવણી લોધિકા સ્પોર્ટ્સ સંકુલ ખાતે કરાશે
“આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના કાર્યક્રમ સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જે અન્વયે આ વર્ષે તા. 21 જૂન, 2025ના રોજ “યોગા ફોર વન અર્થ, વન હેલ્થ”ની થીમ સાથે જિલ્લા કક્ષાની ઉજવણી લોધિકા સ્પોર્ટ્સ સંકુલ ખાતે કરવામાં આવશે. આ તકે કલેક્ટર પ્રભવ જોશીએ કાર્યક્રમ સ્થળની બેઠક વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત, પરિવહન – પાર્કિંગ વ્યવસ્થા, મેડિકલ વ્યવસ્થા, લાઈવ પ્રસારણ અને પ્રચાર – પ્રસાર સહિતની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ વધુમાં વધુ લોકોને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન શૈલી માટે યોગના મહત્વને સમજીને કાર્યક્રમમાં સહભાગી થવા અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક ક્લેક્ટર એ.કે.ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.વસ્તાણી, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



