રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે આજે 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં પોલીસ કમિશનર બ્રજેશ ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમાર, ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક પુજા યાદવ, એસીપી બી.વી.જાધવ, રાધિકા ભારાઇ, આર.એસ.બારીયા, બી.બી. બસીયા, બી.જે.ચૌધરી, જે.બી.ગઢવી, એમ.આઇ. પઠાણ સહિતના અધિકારીઓ તેમજ રાજકોટ શહેર પોલીસના અધિકારીઓ તેમજ જુદા – જુદા પોલીસ મથકના પીઆઈ, પીએસઆઇ સહિતના અધિકારી – કર્મચારીઓ જોડાયા હતા. આ દરમિયાન પોલીસ અધિકારીઓએ જુદા જુદા આસન કર્યા હતા અને લોકોને યોગ કરી માનસિક અને શારીરિક આરોગ્ય તંદુરસ્તીનો સંદેશ આપ્યો હતો.
ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ
- Advertisement -
માહિતી ખાતા વિભાગ દ્વારા યોગા
- Advertisement -
મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં દિવ્યાંગ તથા ખાસ કેટેગરીના લોકો દ્વારા યોગા
મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોજાયેલ યોગ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સામાજીક અગ્રણી અનુપમભાઈ દોશી ઉપસ્થિત રહેલ. આ યોગ સ્થળે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનો તેમજ ખાસ કેટેગરીના લોકો દ્વારા યોગા કરવામાં પુસ્તકથી સ્વાગત દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરએ આપણા સૌના જીવનમાં યોગનું મહત્વ શું છે તે અંગે જાગૃત થઈ તેના લાભો મેળવવા સર્વેને અનુરોધ કરેલ હતો.
રાજકોટમાં વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી, શહેરમાં પાંચ સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાયો
યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંધની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જુનને ’આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જુનના દિવસને ’આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.21મી જુનના રોજ 10માં વિશ્વ યોગ દિવસ નિમિતે સવારે 06:00 કલાકે શહેરના પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં (1) સેન્ટ્રલ ઝોન, શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ (2) વેસ્ટ ઝોન, નાનામવા ચોક ખાતેનું મેદાન, (3) ઈસ્ટ ઝોન, ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ, (4) મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને (5) શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર, સાધુ વાસવાણી રોડ ખાતેના સ્થળનો સમાવેશ થાય છે.