ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા-2025 સ્વચ્છોત્સ્વ અંતર્ગત પબ્લિક ટ્રાન્સપોર્ટ, ધાર્મિક અને પ્રવાસન સ્થળ, નદી તળાવ, સર્કલ, પ્રતિમાઓ, ખુલ્લા પ્લોટ, શહેરના એન્ટ્રી પોઈન્ટ, ફૂટપાથ, માર્કેટ અને વાણિજ્ય વિસ્તારની સફાઈ અર્થે ઝુંબેશ ચલાવવામાં આવનાર છે તેમજ જનજાગૃતિ અર્થે સાંસ્કૃતિક ઉત્સવ, સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી, સાઇકલોથોન, સ્વચ્છતા શપથ, ભીંતચિત્રો બનાવવા, સેલ્ફી પોઈન્ટ ઇન્સ્ટોલેશન અને માનવ શૃંખલા, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, એક પેડ માં કે નામ વૃક્ષારોપણ, સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ, શેરી નાટક, રીડ્યુસ-રિયુઝ-રીસાઈકલ સિધ્ધાંતને આગળ વધારવા માટે કેમ્પ, સ્વચ્છતા સંવાદ, વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ વગેરે કાર્યકમો હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત આજે મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સમાં આવેલ ઇન્ડોર યોગ શિબિરમાં ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત શાસક પક્ષના દંડક મનીષ રાડીયા દ્વારા કરવામાં આવેલ અને ત્યારબાદ ઉપસ્થિત સૌએ સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા હતા અને રાજકોટ મહાનગરપાલિકાના યોગ સેન્ટરના પ્રતિનિધિ દ્વારા સૌને યોગ કરાવ્યા હતા.
સ્વચ્છોત્સવ કાર્યક્રમ અંતર્ગત રેસકોર્સના ઈન્ડોર સ્ટેડિયમમાં યોગ શિબિર યોજાઈ



