બાત નિકલી હૈ તો દૂર તક જાયેગી…
ભાજપ-આપના નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર વૉર જામી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કચ્છમાં ઝડપાયેલી નકલી ઊઉની ટીમ મામલે ભાજપ અને આપના નેતાઓ વચ્ચે છેડાયેલી ટ્વિટર વોર અટકવાનું નામ નથી લઈ રહી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘીવીએ નકલી ઊઉ મામલે ઝડપાયેલા આરોપીને આમ આદમી પાર્ટીનો નેતા ગણાવ્યો હતો અને આપ પર પ્રહારો કર્યા હતા. આ મામલે હવે આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નકલી ઊઉ મામલે ઝડપાયેલા આરોપીનો ભાજપના સાંસદ અને પોલીસ સાથેના ફોટો ટ્વિટ કરી ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. સાથે હર્ષ સંઘવીને પૂછ્યું છે કે, આરોપીનો ભાજપના સાંસદ સાથે શું સંબંધ છે તેનો જવાબ આપો. ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા એક્સ પર ટ્વિટ કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સવાલ કર્યો હતો. નકલી ઈડી મામલે જે આરોપી ઝડપાયો છે તે આરોપીના ભાજપના સાંસદ અને પોલીસકર્મીઓ સાથેના ફોટો ટ્વિટ કરી હર્ષ સંઘવીને સવાલ કરતા કહ્યું છે કે, આરોપીના ભાજપ સાંસદ સાથે શું સંબંધ છે તેનો ખુલાસો આપો. ઈસુદાન ગઢવીએ વધુમાં લખ્યું છે કે, બાત નિકલી હૈ તો દૂર તક જાયેગી.
ગુજરાત ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે, ઈસુદાનના પ્રશ્ર્નોના જવાબ આપવા ભાજપ બંધાયેલી નથી. ભાજપના કાર્યાલય પર આવ્યા ત્યારે કઈ હાલતમાં હતા તે એફએસએલમાં પુરવાર થયું છે. તે કઈ હાલતમાં કયો પ્રશ્ર્ને કરે એ એમને જ ખબર હોય. જ્યાં સુધી ભાજપનો પ્રશ્ર્ન છે, ભાજપના નેતા પ્રજા વચ્ચે જતા હોય ત્યારે પ્રજા તેમની સાથે ફોટો પડાવતા હોય છે. ભાજપ તેવાને પક્ષનો પદાધિકારી બનાવતી નથી. કદાચ કોઈ પક્ષનો પદાધિકારી હોય અને ક્યાંક સંડોવાયેલો હોય તો ભાજપ સસ્પેન્ડ કરી સજા કરતા ખચકાતી નથી. આમ આદમી પાર્ટીનો મહામંત્રી પકડાતો હોય ત્યારે ઈસુદાન ગઢવી લાજવાને બદલે ગાજી રહ્યા છે. મારે ઈસુદાનભાઈને પૂછવું છે કે, દિલ્હીના નેતાઓ લિકરનો ગોટાળો કરી ભાગબટાઈ કરતા હતા એની અંદર સજા ભોગવી રહ્યા છે. એજ પ્રમાણે અહીંના નેતાઓ તમે એ જ માર્ગે જઈ રહ્યા છો.
શું હતો સમગ્ર મામલો?
2 ડિસેમ્બર 2024ના રોજ કચ્છમાં એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ઊઉ)ની નકલી ટીમે જ્વેલર્સ પેઢીને ત્યાં દરોડો પાડી 25 લાખથી વધુની ઉઠાંતરી કરી હતી. જોકે, 4 ડિસેમ્બરે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા 12 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે, ત્યારે ઊઉની આ નકલી ટીમમાં ભુજના એક પત્રકાર, અમદાવાદની એક મહિલા સહિત 13 આરોપીઓ સામેલ હતા.
- Advertisement -
હર્ષ સંઘવીએ 13 ડીસેમ્બરે ટ્વિટ કરી આપ પર પ્રહાર કર્યા હતા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પોસ્ટ પર ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું કે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક પરાક્રમ સામે આવ્યું છે. ગુજરાતમાં પાર્ટીના નેતાએ ઊઉની નકલી ટીમ બનાવી અને તેનો કેપ્ટન બની લોકોને લૂંટ્યાં. કચ્છમાં ઝડપાયેલી ઊઉની નકલી ટીમનો કમાન્ડર ગુજરાત આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો. આ છે કેજરીવાલના ચેલાની કરતૂતનો ખરો પુરાવો.
સંઘવીના ટ્વિટ બાદ ગોપાલ ઈટાલિયાએ જાહેરમાં ડીબેટ કરવા પડકાર ફેંક્યો
ત્યાર બાદ આમ આદમી પાર્ટી (અઅઙ)ના નેતા અને પાટીદાર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર ગોપાલ ઇટાલિયાએ એક્સ પોસ્ટ પર ટ્વીટ કરી જણાવ્યું હતું કે, હર્ષ સંઘવી ભાગે નહીં, ભાગતા નહીં… ટીવી પાછળ છુપાઈને ટ્રોલ સેનાની જેમ ટ્વીટ ટ્વીટની રમત કરવાને બદલે ગૃહમંત્રીને છાજે એમ સામી છાતીએ ચર્ચા કરવા હાલ્યા આવો. કચ્છની નકલી ઊઉ મુદ્દે આમ આદમી પાર્ટીને એક્સપોઝ કરવા હર્ષ સંઘવી જાહેરમાં ડિબેટ કરવાના સમય સ્થળની જાણ કરે.