યુટ્યુબ શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ દરમિયાન અભદ્ર ટિપ્પણી કરનાર રણવીર અલ્હાબાદિયાનો કેસ જોર પકડી રહ્યો છે. રણવીર અલ્હાબાદિયાએ મહારાષ્ટ્ર સાયબર સેલ સામે પોતાની ભૂલ સ્વીકારી છે. તાજેતરમાં જ રણવીર અલ્હાબાદિયા સાયબર સેલ સામે હાજર થયો હતો.
મારાથી મોટી ભૂલ થઈ ગઈ
- Advertisement -
રણવીર અલ્હાબાદિયાની પોલીસે 4 કલાક પૂછપરછ કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, મારાથી ખરેખર મોટી ભૂલ થઈ ગઈ છે.
રણવીરે શૉ માટે કેટલા પૈસા લીધા
પૂછપરછ દરમિયાન રણવીરે આગળ કહ્યું કે, સમય રૈના મારો મિત્ર છે અવે હું માત્ર તેના માટે જ શૉ માં ગયો હતો. તેમણે એ પણ દાવો કર્યો કે, મેં શૉ માં જવા માટે પૈસા નથી લીધા. મહારાષ્ટ્ર સાયબર સેલે મંગળવારે ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ મામલે સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અપૂર્વ મખીજનું નિવેદન પણ નોંધ્યું છે.
- Advertisement -
આ લોકોની પણ પૂછપરછ
– મહારાષ્ટ્ર સાયબરમાં નોંધાયેલા અશ્લીલતા મામલે માખીજાનું નામ પણ સામેલ છે.
– અધિકારીઓએ 27 ફેબ્રુઆરીના રોજ શૉમાં ગેસ્ટ તરીકે આવેલી અભિનેત્રી રાખી સાવંતને પણ સમન્સ પાઠવ્યું છે.
– રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્ર સાયબરે હજુ સુધી સમય રૈનાનું નિવેદન નથી નોંધ્યું.
– આસામ પોલીસ અલ્હાબાદિયા અને અન્ય લોકો સામે અશ્લીલતાના કેસની પણ તપાસ કરી રહી છે.
રણવીર અલ્હાબાદિયાને સુપ્રીમ કોર્ટની ફટકાર
ગત અઠવાડિયે રણવીર અલ્હાબાદિયાની અરજી પર સુનાવણી થઈ હતી. જસ્ટિસ સૂર્યકાંત અને એન કોટિશ્વર સિંહની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. કોર્ટે રણવીર અલ્હાબાદિયાના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા કડક ટિપ્પણી કરી હતી. જોકે, કોર્ટે તેમની સામે નોંધાયેલી અનેક એફઆઈઆરના સંદર્ભમાં તેમને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું છે.
આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, તમારા મગજમાં જ ગંદકી ભરેલી છે. અમે આવા વ્યક્તિઓની શું દલીલો સાંભળીએ? કોર્ટે કહ્યું કે, ‘જે વિકૃત માનસિકતા દર્શાવવામાં આવી છે તેનાથી સમગ્ર સમાજ શરમ અનુભવશે.’