ખાસ-ખબર સંવાદદાતા
ઉતરાખંડમાં હવામાન વિભાગે ચારધામ યાત્રા રૂટ પર મંગળવાર સુધી ભારે વરસાદ અને બરફ વર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે. શ્રદ્ધાળુઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ હવામાનને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા કરે.
બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી- આ બધા ધામો માટે પણ આ સલાહ આપવામાં આવી છે. પોલીસે શ્રદ્ધાળુઓને પોતાની સાથે છત્રી, ગરમ કપડા, પ્લાસ્ટીક અને જરૂરી દવાઓ સાથે રાખીને ચાલવાની સલાહ આપી છે.
ચારધામ યાત્રા રૂટ પર ભૂસ્ખલન અને હાઈવે બંધ થવાનો પણ ખતરો છે. હવામાન વિભાગે ઉતરકાશી, રૂદ્રપ્રયાગ, ચમોલી, નાગેશ્ર્વર અને પિથૌરાગઢ જિલ્લામાં હવામાન ખરાબ રહેવાનું એલર્ટ જાહેર કર્યું છે.