ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.19
વેરાવળ હલાઈ લોહાણા મહાજન છેલ્લા ઘણા વર્ષોથી આરોગ્ય, શૈક્ષણિક કે ધાર્મિક જેવા કાર્યો કરતા રહે છે ત્યારે સિનિયર સિટીઝન યાત્રા પ્રવાસ આજ રોજ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં બે લક્ઝરી બસોને કેસરી ધ્વજ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું
- Advertisement -
સિનિયર સિટીઝન ભાઈઓ બહેનો માટે ધાર્મિક યાત્રા થાય તેવા શુભ હેતુથી પ્રમુખ વિક્રમ તન્ના, ઉપપ્રમુખ મુકેશ આર.રૂપારેલીયાની આગેવાનીમાં વેરાવળ થી ચોટીલા, ડાકોર, નાથદ્વારા, અંબાજી ના દર્શન કરાવી તા.22/09નાં રવિવારે રાત્રે વેરાવળ પરત ફરશે માત્ર રૂપિયા 1100ના નયોછાવરમાં 3 દિવસ રહેવાવનું, જમવાનું, ચા પાણી, નાસ્તાની સગવડતા સાથેની ધાર્મિક યાત્રાનું સુંદર આયોજન કરી લોહાણા સમાજના વડીલોના આશીર્વાદ લેવાનું આ કાર્ય સમાજના હર કોઈ બિરદાવી રહ્યા હોવાનું અનિષ રાચ્છની અખબારી યાદીમાં જણાવેલ છે.