આગામી 24 કલાકમાં 20 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, પંજાબમાં યુવક નદીમાં ડૂબ્યો
ખાસ-ખબર સંવાદદાતા
શનિવારે દિલ્હીમાં યમુનાના જળસ્તરમાં ઘટાડો થયો છે. સવારે 9 વાગ્યે યમુના નદીનો જળસ્તર 207.53 મીટર થઈ ગયું હતું. તેમાં હજી પણ ઘટાડો થવાનો અંદાજ છે.
દિલ્હીને શનિવારે પૂરના પાણીથી રાહત મળવાની આશા છે. શુક્રવારે રાત્રે 11 વાગ્યે યમુના નદીનો જળસ્તર 207.98 મીટર નીચે આવી ગયુ હતું. છેલ્લા 2 દિવસમાં પ્રથમ વખત જળસ્તર 208 મીટરથી નીચે આવી ગયો છે, એમાં વધુ ઘટાડો થવાની ધારણા છે.
- Advertisement -
આ તરફ પાણી ઘટી રહ્યું છે. બીજી તરફ, હવામાન વિભાગે શનિવારે દિલ્હીમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ઈંખઉ અનુસાર, 15મી જુલાઈએ દિલ્હીમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જો આમ થશે તો પૂરના પાણીમાં હજી વધારો થશે.
રાજધાનીના ઈન્દ્રપ્રસ્થ વિસ્તારમાં યમુના નદીમાં બનેલા ડ્રેનેજનું રેગ્યુલેટર તૂટી ગયું હતું. શુક્રવારે રાત્રે સેનાની મદદથી એને ઠીક કરવામાં આવ્યું હતું. રેગ્યુલેટરને નુકસાન થવાને કારણે યમુના નદીનું પાણી આઈટીઓ, રિંગ રોડ, સુપ્રીમ કોર્ટ, રાજઘાટ અને લાલ કિલ્લા સુધી પહોંચી ગયું હતું.
સેનાએ ઈંઝઘ બેરેજના જામ થઈ ગયેલા 5 દરવાજા પણ ખોલી નાખ્યા છે, જોકે ઈંઝઘ સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ આ કામોમાં રોકાયેલા મજૂરો, સેનાના જવાનો અને અધિકારીઓનો આભાર માન્યો છે.