મુખ્યમંત્રી કેજરીવાલે સેના પાસે મદદ માગી
ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હીમાં 4 દિવસથી યમુના નદી ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. શુક્રવારે સવારે યમુના નદીનું જળસ્તર 208.48 મીટરે પહોંચી ગયું છે. આ ભયજનક નિશાન 205 મીટર કરતાં 3.4 મીટર વધુ છે. દિલ્હીમાં સુપ્રીમ કોર્ટની બહારનો રસ્તે પણ પાણી ભરાઈ ગયાં છે. પૂરનું પાણી યમુના બજાર, લાલ કિલ્લો, રાજઘાટ અને ઈંજઇઝ-કાશ્ર્મીરી ગેટ સુધી પહોંચી ગયું છે. અહીં 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. આ સિવાય મજનુ કા ટીલા, નિગમ બોધ ઘાટ, મઠ માર્કેટ, વજીરાબાદ, ગીતા કોલોની અને શાહદરા વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.
- Advertisement -
લોકોની મદદ માટે ગઉછઋની 16 ટીમો તહેનાત કરવામાં આવી છે. 2,700 રાહત શિબિરો લગાવવામાં આવ્યા છે. ગુરુવારે યમુનાની આસપાસથી 23 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ઙખ મોદીએ દિલ્હીમાં પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે ફ્રાન્સથી અમિત શાહને ફોન કર્યો હતો. શાહે ઙખને કહ્યું, આગામી 24 કલાકમાં યમુનાનું જળસ્તર ઘટી શકે છે.
દિલ્હીમાં પૂર અપડેટ્સ
-દિલ્હીના સીએમ કેજરીવાલે સેનાની મદદ માંગી છે. તેભણે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.
-સેના ઈંઝઘ પાસે તૂટેલી 12 નંબરની ડ્રેનેજનું સમારકામ કરશે. અહીંથી યમુનાનું પાણી ઘુસી રહ્યું છે.
-ગઉછઋના ઉઈંૠ મોહસીન શાહિદીએ જણાવ્યું કે દિલ્હીમાં પૂરથી 6 જિલ્લા અસરગ્રસ્ત છે. શુક્રવાર સુધીમાં પરિસ્થિતિ સુધરો થવાની આશા છે.
-ગુરુવારે દિલ્હીમાં સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના રેગ્યુલેટર ખરાબ થઈ ગયા હતા.
-રાજધાનીની તમામ શાળાઓ અને કોલેજો રવિવાર સુધી બંધ રહેશે. સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ લાગુ કરવામાં આવ્યું છે.
-ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે દિલ્હી ટ્રાફિક પોલીસે રૂટ બદલી નાખ્યા છે.