શિક્ષિકાઓએ હિન્દુ વિદ્યાર્થીઓને તમારે અલગ શાળા બનાવી લેજો તેમ કહી હડધુત કર્યા
હાલ ચાર શિક્ષિકાઓને હાલ ફરજ મોકુફ કરવામાં આવી: છાજિયા નહીં લો તો પરીક્ષામાં
નાપાસ કરીશું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
નડિયાદની હાથજ ગામની પે સેન્ટર શાળામાં ગરબાના કાર્યક્રમમાં યા હુસૈનના નારા લાગ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને લઈને હાલ ચાર શિક્ષિકાઓને હાલ તો ફરજ મોકુફ કરવામાં આવી છે. પરંતુ જે પ્રકારે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે કોઈ પૂર્વ આયોજીત કાવતરૂ હોવાની શંકા દ્દઢ બની છે. ગરબામાં હાજર બાળકો જણાવી રહ્યા છે કે શિક્ષિકા સાબેરા વોરા અને મિલ્કાબહેને જ તેમને તાજિયા (પીટ્ટણી) લેવાનું કહ્યું હતું. કેટલાક વિદ્યાર્થીએ તાજિયાનું સંગીત બંધ કરવાનું કહેતા તેમને શાળામાં ઉપરના માળે લઈ જઈ તમારે ઝઘડા કરવા છે, તમારા પર પોલીસ કેસ કરવો પડશે તેવી ધમકી આપી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓને છાજિયા નહીં લો તો પરીક્ષામાં નાપાસ કરવાની પણ ધમકી આપી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે આ શિક્ષિકાઓએ હિન્દુ વિદ્યાર્થીઓને તમારે અલગ શાળા બનાવી લેજો તેમ કહી હડધૂત કર્યા હતા.
તમે હિન્દુઓ તમારી સ્કૂલ અલગ બનાવી દેજો તેવી ધમકી આપી
ગરબા રમવાનું આયોજન કર્યું હતું. પરંતુ અમને કહ્યું કે તમે અમારી સાથે તાજિયા રમો અમે શરૂ કરીયે છે. અમે તાજિયા રમવાની ના પાડી તો અમને ઉપરના માળે લઈ જઈ મિલ્કા ટીચરે કહ્યુ કે તમે હિન્દુઓ તમારી સ્કુલ અલગથી બનાવી દેજો.