ટવિટરનું નામ બદલીને ‘એકસ’ કરનાર એલન મસ્કની કંપનીએ ટવિટર પ્લેટફોર્મનાં તમામ જુના ફોટા વિડીયો ડીલીટ કરી નાખવાનો નિર્ણય લીધો છે. ડીસેમ્બર 2014 પૂર્વેનાં તમામ ડેટા હટાવી દેવાશે.જોકે સતાવાર એકાઉન્ટમાં આ માહીતી આપવામાં આવી નથી. એલન મસ્કે અગાઉ બ્લોક ડીઆરની ટીકા કરી હતી. પરંતુ હવે તેને મ્યુટ ફિવરથી બદલવાની માંગ કરવામાં આવી રહી છે.
એકસ (ટવિટર) પ્લેટફોર્મનું આવુ માનવુ છે કે ટેકનીકલ ભરાવાને કારણે ડીસેમ્બર 2014 પુર્વેનાં તમામ ડેટા ડીલીટ કરી દેવાશે.2014 પૂર્વેનો રેકોર્ડ રાખવા માંગતા યુઝર્સ દ્વારા ડેટા અન્યત્ર સ્ટોર કરી લેવા પડશે. અન્યથા એકસ પરથી ઉપલબ્ધ નહિં થાય. એકસ તરફથી જુના ફોટા-વીડીયો ડીલીટ કરવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જયારે બ્લોક ફીચર મામલે ભારે આલોચના થઈ હતી. વાસ્તવમાં મસ્ક આ ફીચરનાં સ્થાને મ્યુટ ફીચર આપવાના પક્ષમાં હતા. પરંતુ ઘણા યુઝર્સ વિરૂદ્ધમાં હતા.
- Advertisement -