કુસ્તીબાજ બજરંગ પુનિયાએ 11-9થી વિરોધીને હારવી બ્રોન્ઝ જીત્યો છે. સાથે જ ભારતને બે મેડલ મળ્યા છે.
વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા અને 2022 કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ચેમ્પિયનશિપમાં ભારતનો આ બીજો મેડલ હતો. આ અગાઉ વિનેશ ફોગાટે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બજરંગ પુનિયાનો આ ચોથો મેડલ છે. બજરંગે 2013માં બ્રોન્ઝ, 2018માં સિલ્વર અને 2019માં ફરીથી બ્રોન્ઝ જીત્યો હતો. બજરંગ પુનિયા આ વૈશ્વિક ઈવેન્ટમાં ચાર મેડલ જીતનાર એકમાત્ર ભારતીય કુસ્તીબાજ છે.
- Advertisement -
બજરંગ પુનિયાએ બ્રોન્ઝ જીત્યો
બજરંગ પુનિયાએ 65 કિલો વર્ગમાં બ્રોન્ઝ મેડલ સ્પર્ધામાં પ્યુર્ટો રિકોના સેબેસ્ટિયન રિવેરાને 11-9થી હરાવ્યો હતો. એટલું જ નહિ અગાઉ ક્વાર્ટર ફાઇનલમાં યુએસએના જોન ડાયકોમિહાલિસ સામે બજરંગને પરાજય મળ્યો હતો. ત્યારબાદ બજરંગ બ્રોન્ઝ મેડલ મેચ સુધી પહોંચ્યો હતો અને અંતે તેમાં જીત પણ મેળવી છે.
બજરંગ પુનિયાએ જબરદસ્ત વાપસી કરી હતી
બજરંગે શરૂઆત તેની પ્રથમ મેચમાં માથામાં ઈજા સાથે કરી હતી. આખી ટુર્નામેન્ટમાં તેની કોઈ આકર્ષિત રમત ન હતી પરંતુ અંતના સમયઆ વિરોધીઓને પરાજિત કરવામાં અને ભારત માટે મેડલ જીતવા માટે તેનો યશસ્વી અનુભવ કામ લાગ્યો હતો. ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ પ્લેઓફ મેચમાં 6-0થી પાછળ હતો. ત્યારબાદ બજરંગે જબરદસ્ત વાપસી કરી હતી અને 11-9થી જીત મેળવી હતી. મહત્વનું છે કે અગાઉ નિશા દહિયા (68 કિગ્રા), સાગર જગલાન (74 કિગ્રા) અને નવીન મલિક (70 કિગ્રા) બ્રોન્ઝ મેડલની નજીક આવ્યા હતા પરંતુ તેઓ પોતપોતાના મેડલ ગુમાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભારતે ગેકો-રોમન, ફ્રી સ્ટાઇલ અને મહિલા કુસ્તીની ત્રીસ કેટેગરીમાં ચેમ્પિયનશિપ માટે કુલ ત્રીસ કુસ્તીબાજોને મોકલ્યા અને માત્ર બે મેડલ જીત્યા છે.