ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પવિત્ર શ્રાવણ માસના શરૂ થઈ રહેલા ધાર્મિક તહેવારોમાં નાગપંચમીનું પૌરાણીક દ્રષ્ટિએ ખુબ જ મહત્વ છે. અને સૌ કોઈ આ દિવસે નાગદેવતાના દર્શન તેમજ પુજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે.શહેરના નાગદેવતાના મંદિરો ખુબજ ઓછા છે તેમાં રાજકુમાર કોલેજમાં આવેલા વર્ષો જૂનું અલૌકિક મહત્વ ધરાવતું મંદિર આવેલ છે નાગ પંચમીનો તહેવાર શ્રાવણ માસના વદ પક્ષની પંચમીના રોજ ઉજવવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ નાગ પંચમીનો તહેવાર ઓગસ્ટમાં આવે છે.
- Advertisement -
આ દિવસે ભગવાન શિવની સાથે નાગ દેવતાની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પોતાના ભાઈઓ અને પરિવારની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. એવું માનવામાં આવે છે કે નાગ પંચમીના દિવસે ભગવાન શિવ અને નાગ દેવતાની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ સાથે કાલસર્પ દોષથી મુક્તિ મળવાની પણ માન્યતા આજે નાગપાંચમ હોવાથી સવારથી જ ભક્તો દ્વ્રારા નાગપાંચમની પૂજા કરવામાં આવી હતી. રાજકોટના રાજકુમાર કોલેજમાં આવેલા વર્ષો જુના નાગદેવતાના મંદિરમાં આજ સવારથી જ નાગ રાજા ની પૂજા કરી તેને દૂધનો અભિષેક ભક્તો દ્વારા કરવામા આવ્યો હતો.