એક મીડિયા રિપોર્ટ અનુસાર 63 લાખ રૂપિયા ચૂકવીને આ જીન્સ ખરીદનાર વ્યક્તિનું નામ કાયલ હોપર્ટ છે અને એ 23 વર્ષનો વ્યક્તિ કેલિફોર્નિયાનો રહેવાસી છે.
આજના યુગમાં લગભગ દરેક લોકોનું પ્રિય આઉટફિટ જીન્સ જ છે. બાળકો, યુવાનો અને વૃદ્ધો સહિત દરેક ઉંમરના લોકોને જીન્સ પહેરવું ગમે છે. ખરીદી કરતાં સમયે આપણે જોયું હશે કે તેની બ્રાન્ડ અનુસાર અને ક્વોલિટી અનુસાર જીન્સની અલગ અલગ કિંમત હોય છે પણ કોઈ તમને એમ કહે કે 63 લાખ રૂપિયાનું જીન્સ ખરીદો તો તમે શું કરશો? સાંભળીને તમને થોડું અજુગતું લાગશે પણ સાચે જ 63 લાખ રૂપિયાનું જીન્સ વંહેચાઈ રહ્યું છે. 1 ઓક્ટોબરના રોજ ન્યૂ મેક્સિકોમાં હરાજીમાં એક વ્યક્તિએ વર્ષ 1880ની જીન્સની જોડી ખરીદી હતી અને તેના માટે $76,000 એટલે કે લગભગ 63 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ જીન્સ લેવીસ કંપનીનું હતું.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
23 વર્ષના યુવકે બોલી લગાવીને ખરીદી જીન્સ
એક મીડિયા રિપોર્ટ અનુસાર 63 લાખ રૂપિયા ચૂકવીને આ જીન્સ ખરીદનાર વ્યક્તિનું નામ કાયલ હોપર્ટ છે અને એ 23 વર્ષનો વ્યક્તિ કેલિફોર્નિયાનો રહેવાસી છે. આ સાથે જ એ વ્યક્તિ વિન્ટેજ કપડાંનો વેપારી છે. અત્યાર સુધી વિન્ટેજ જીન્સ માટે ચૂકવવામાં આવેલી સૌથી વધુ કિંમત કાયલ એ ચૂકવી છે. જણાવી દઈએ કે જીન્સની આ જોડી વર્ષ 1880માં અમેરિકાની એક ખાણમાંથી મળી આવી હતી.
View this post on Instagram
પોસ્ટ કરીને આપી જાણકારી
કાયલ હોપર્ટ જણાવ્યું હતું કે, ‘તે પોતે પણ આશ્ચર્યચકિત છે કે તેને આટલી મોંઘી જીન્સ ખરીદી હતી. જો કે હરાજી પછી અંતિમ સોદામાં આ જીન્સ માટે પ્રીમિયમ સહિત કુલ $87,400 ચુકવ્યા હતા અને આ જીન્સ એરોપ્લેન, ટ્રાફિક લાઇટ અને રેડિયો આવ્યું એ પહેલાનું છે.’ કાયલ હોપર્ટ એમના સ્ટોરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર,પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘76,000 ડોલરની કિંમતનું આ જીન્સ જે વર્ષ 1880નું છે. તેઆ લેવિઝના સૌથી જૂની જીન્સ છે.’