PMના જન્મદિને 5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરાશે
વડાપ્રધાન મોદી મધ્યપ્રદેશના ધારથી વર્ચ્યુઅલી જોડાશે: એક સાથે ભારત અને 75થી વધુ દેશોમાં 7500થી વધુ રક્તદાન કેમ્પ યોજાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
આગામી 17 સપ્ટેમ્બર 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે સૌથી મોટી સ્વૈચ્છિક રક્તદાન સંસ્થા અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ (અઇઝઢઙ) અને અલગ અલગ 50 સંસ્થા સાથે મળીને ‘રક્તદાન અમૃત મહોત્સવ 2.0’ અંતર્ગત અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્ર્વનો સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે. આ રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ કરાવવામાં આવશે. એક જ દિવસમાં 5 લાખથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવશે. સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી એમ 12 કલાક આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.
મેગા બ્લડ ડોનેશન ફાઉન્ડર રાજેશ સુરાણાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્ર્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં તેરાપંથ યુવક પરિષદ દ્વારા વિશ્ર્વનું સૌથી મોટુ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી રક્તદાન અમૃત મહોત્સવ 2.ઘ અંતર્ગત મેગા રક્તદાન કેમ્પનો પ્રારંભ કરાવશે. 17 સપ્ટેમ્બરના રોજ બુધવારે વડાપ્રધાન મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના કાર્યક્રમમાં છે ત્યાંથી તેઓ વર્ચ્યુઅલી જોડાવાના છે. કેમ્પ જેમાં 5 લાખ યુનિટથી વધુ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય છે. જેના માટેના રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પાંચથી સાત હજાર જેટલા લોકોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે.
- Advertisement -
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક લોકો પણ આ બ્લડ કેમ્પમાં હાજરી આપશે. ભારત અને 75થી વધુ દેશોમાં 7500થી વધુ રક્તદાન કેમ્પનું એકસાથે આયોજન કર્યું છે. જો વિશ્ર્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ જોવા માટે અને કોલ્ડ પ્લે માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા હોય તો આ બ્લડ કેમ્પમાં પણ મોટી સંખ્યામાં અમદાવાદીઓ આવશે. મેગા બ્લડ કેમ્પમાં જે બ્લડ એકત્રિત કરવામાં આવશે તે ગુજરાતની તમામ બ્લડ બેંકોમાં મોકલવામાં આવશે અને ત્યાંથી પ્રોસેસ કરી અને જે પણ વ્યક્તિને આ બ્લડ ની જરૂર હશે તે બ્લડ પહોંચાડવામાં આવશે. ગુજરાતમાં 200થી વધારે બ્લડ બેંકો છે ત્યારે વડોદરા સુરત રાજકોટ વગેરે બ્લડ બેંકો આમાં જોડાશે.