દેશની 111 પવિત્ર નદીઓના જળ સાથે 2100 કળશની જલયાત્રા યોજાઈ
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત અને વિખ્યાત કથાકાર ડો. કુમાર વિશ્ર્વાસના વ્યાસપીઠે 15થી 17 ડિસેમ્બરે યોજાનાર વિશ્વની સર્વપ્રથમ ‘જલકથા’ પૂર્વે રાજકોટના રાજમાર્ગો પર ભક્તિ અને જનજાગૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ‘જળ એ જ જીવન’ના મંત્રને સાર્થક કરવા દેશભરની 111 પવિત્ર નદીઓના જળ એકત્રિત કરી 2100 જેટલા જલકળશની વાજતે-ગાજતે મહાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં હજારોની સંખ્યામાં જલપ્રેમીઓ, મહિલાઓએ જોડાઈને જળ સંરક્ષણ માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમજ વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર જળનું પૂજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો પ્રારંભ રાજકોટના બહુમાળી ભવન ચોકથી કરવામાં આવ્યો હતો. યાત્રાનું મુખ્ય આકર્ષણ દેશની 111 પવિત્ર નદીઓનું જળ હતું, જેને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા દેશના ખૂણેખૂણેથી એકત્ર કરવામાં આવ્યું હતું. આ પવિત્ર જળને 2100 કળશમાં ભરીને રાજકોટની વિવિધ સોસાયટીઓ, જ્ઞાતિ મંડળો અને ધર્મસ્થાનકોમાં પૂજન માટે અગાઉ મોકલવામાં આવ્યા હતા.
- Advertisement -
ડૉ. કુમાર વિશ્ર્વાસના વ્યાસપીઠે 15થી 17 ડિસેમ્બર રેસકોર્સમાં જલકથા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રની ધરા પર જળસંચયના અભિયાનને એક નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટના આંગણે ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત અને વિખ્યાત કથાકાર ડો. કુમાર વિશ્ર્વાસના વ્યાસપીઠે 15થી 17 ડિસેમ્બરે વિશ્વની સર્વપ્રથમ ‘જલકથા’ રેસકોર્સ ખાતે યોજાશે. આ જલકથાનો મુખ્ય ઉદ્દેશ્ય જન-જન સુધી જળ સંરક્ષણની ભાવના પહોંચાડવાનો છે. આ કળશમાં માત્ર નદીઓનું પાણી નથી, પરંતુ તેમાં કરોડો લોકોની આસ્થા અને આવનારી પેઢી પ્રત્યેની જવાબદારી છુપાયેલી છે. તેમણે તમામ સમાજ અને સંગઠનોને આ અભિયાનમાં ખભેખભા મિલાવીને જોડાવા આહવાન કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, આ કથા માત્ર સાંભળવા માટે નથી પણ જીવનમાં ઉતારવા માટે છે, જેથી આપણે આવનારી પેઢીને જળમગ્ન ધરતી વારસામાં આપી શકીએ.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી 15, 16 અને 17 ડિસેમ્બર દરમિયાન આયોજિત ‘જલકથા: અપને શ્યામ કી’ અનેક રીતે ઐતિહાસિક સાબિત થવાની છે. ડો. કુમાર વિશ્ર્વાસ પોતાની આગવી શૈલીમાં જળના મહત્વને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં રજૂ કરશે. આ કાર્યક્રમ વિશ્ર્વનો સૌથી મોટો જળ-વિશ્ર્વાસ મેળાવડો બનવા જઈ રહ્યો છે, જેની નોંધ ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ સહિત 7 પ્રતિષ્ઠિત એજન્સીઓ લેશે. આ રેકોર્ડ્સને પ્રમાણિત કરવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ, એશિયા સ્પેસિફિક બુક ઓફ રેકોર્ડ્સ, ઘખૠ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સના પ્રતિનિધિ ખાસ રાજકોટમાં હાજર રહેશે. ઈંઊઅ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ આ સમગ્ર પ્રક્રિયાનું સંકલન કરી રહી છે. આ આયોજનને જળ સંરક્ષણ માટેના વિશ્ર્વના પ્રથમ અને સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા તરીકે માન્યતા મળવાની છે, જે રાજકોટ અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ હશે.
ડૉ. કુમાર વિશ્ર્વાસની ‘જલકથા’ આજથી 89.6 ઋખ રેડિયો પર સાંભળી શકાશે
રાજકોટમાં ગિરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત કવિ, વક્તા અને તત્વચિંતક ડો. કુમાર વિશ્ર્વાસની ’જલકથા : અપને અપને શ્યામકી’નું આજે, 15 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન પ્રથમ વખત 89.6 ઋખ છફમશજ્ઞ છફષસજ્ઞિં પર સંપૂર્ણ કઈંટઊ પ્રસારણ કરવામાં આવશે.
રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વાર કોઈ આધ્યાત્મિક કથાનું ઋખ પર સંપૂર્ણ જીવંત પ્રસારણ થવાનું છે. રેસકોર્સ મેદાન ખાતે યોજાનારી આ કથા શ્રોતાઓ સાંજે 7 થી 12 દરમિયાન તેમની કાર, ઘર કે મોબાઇલમાં સરળતાથી 89.6 ઋખ ટ્યુન કરીને સાંભળી શકશે. આ પહેલથી જે ભક્તો કાર્યક્રમ સ્થળે ન પહોંચી શકે તેઓ ઘરે બેઠા આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરી શકશે. ડો. કુમાર વિશ્ર્વાસની વેદાંત, કાવ્ય અને શ્યામભક્તિનું આ મિલન હવે રાજકોટના લાખો શ્રોતાઓ સુધી પહોંચશે.
- Advertisement -
ડૉ. કુમાર વિશ્ર્વાસ કવિતા-કથાના માધ્યમથી જળનું મહત્વ સમજાવશે
જલકથાના આ માધ્યમથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ પર્યાવરણ અને જળસંચયને એક ઉત્સવનું રૂપ આપી રહ્યું છે. જલકથાના દિવસોમાં કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં હજારો લોકો એકસાથે પાણી બચાવવાના શપથ લેશે. આ કાર્યક્રમમાં આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત જ્ઞાનનો સંગમ જોવા મળશે. ડો. કુમાર વિશ્ર્વાસ દ્વારા જળ અને જીવનના અતૂટ સંબંધને કવિતા અને કથાના માધ્યમથી વણી લેવામાં આવશે, જે યુવા પેઢીને જળ સુરક્ષા પ્રત્યે જાગૃત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. રાજકોટમાં અત્યારે લોકોમાં આ અદ્ભુત આયોજનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



