By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    3 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    3 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    3 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    3 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    3 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    3 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    4 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    4 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    3 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    4 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    5 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    6 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિશ્વનું શ્રેષ્ઠ સંગઠન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો 100 વર્ષમાં પ્રવેશ: વિજયાદશમી દશેરાએ સ્થાપના દિન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિશ્વનું શ્રેષ્ઠ સંગઠન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો 100 વર્ષમાં પ્રવેશ: વિજયાદશમી દશેરાએ સ્થાપના દિન
રાજકોટ

વિશ્વનું શ્રેષ્ઠ સંગઠન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો 100 વર્ષમાં પ્રવેશ: વિજયાદશમી દશેરાએ સ્થાપના દિન

Khaskhabar Editor
Last updated: 2024/10/09 at 5:55 PM
Khaskhabar Editor 1 year ago
Share
9 Min Read
SHARE

1925થી 2024 વિકાસયાત્રા: શતાબ્દી વર્ષ 2024 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 100 વર્ષ ભવ્ય ઉજવણી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

સમાજને સંગઠિત કરી હિન્દુ રાષ્ટ્રને શક્તિશાળી બનાવવા માટે શક્તિ ઉપાસનાનું કાર્ય વ્યક્તિ નિર્માણ દ્વારા જ રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ સાથે કલકત્તામાં મેડિકલની પરીક્ષા પાસ કર્યા બાદ નાગપુર પાછા ફરીને ડોકટર કેશવરાવ બલિરામ હેડગેવાર રાષ્ટ્રજીવનમાં પડેલ રોગનું નિદાન કર્યું અને તેની ચિકિત્સા માટે સંગઠન નામની ઔષધિ નક્કી કરી હિન્દુ સમાજના સંગઠન માટે 1925 વિજયાદશમીને દિવસે નાગપુરમાં મોહિતે વાળામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપના થઈ હતી. આજે ભારતમાં જ નહીં વિશ્ર્વના અનેક દેશોમાં શાખાઓ શરૂ થઈ ગઈ છે. આજે જ્યારે 100 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે ભારત માતાને વિશ્ર્વ ગુરુપદે પ્રસ્થાપિત કરી વિશ્ર્વમાં હિન્દુ સંસ્કૃતિનો જય જય કરનાર કરોડો હિન્દુઓના હૃદયમાં એક સંગઠનની નવતર પદ્ધતિથી સંઘનું બીજ આજે વિરાટ વટવૃક્ષ બની ચૂક્યું છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપનાને 100 થઈ રહ્યા છે ત્યારે ભારતમાં આજે સંઘનું કામ વધતું જાય છે. સંઘના કાર્યની દ્રષ્ટિએ 45 પ્રાંતો છે. હાલમાં સંઘ 73117 દૈનિક શાખાઓ છે, સ્થાનો પર પ્રત્યક્ષ રીતે કાર્ય કરી રહ્યું છે અને સામાજિક પરિવર્તનના મહત્ત્વપૂર્ણ કાર્યમાં પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે. સંઘનું લક્ષ આગામી એક વર્ષ સુધીમાં એક લાખ સ્થળોએ પહોંચવાનું છે.

ગયા વર્ષથી અત્યાર સુધીમાં 4446 શાખાઓનો વધારો થયો છે. આ શાખાઓમાં 60% વિદ્યાર્થીઓ, 40% વ્યાવસાયિકનો સમાવેશ થાય છે. આમાં 40 વર્ષથી વધુ વયના પુખ્ત વયના લોકોની સંખ્યા 11 ટકા છે. સાપ્તાહિક મિલનની સંખ્યા 27,717 છે. જેમાં ગયા વર્ષ કરતાં 840 સાપ્તાહિક મિલનનો વધારો થયો છે. સંઘ મંડળીની સંખ્યા એક 10567 છે. શહેરો અને મહાનગરોની 10000 વસ્તીમાં 43000 શાખાઓ છે. સંઘ કાર્ય વિસ્તાર સ્થાન 45600 વૃદ્ધિ 2987, દૈનિક શાખા 73117 વૃદ્ધિ 2987, સાપ્તાહિક મિલ 27717 વૃદ્ધિ 4466, શંખ મંડળી 10567 વૃદ્ધિ 840 નગર તથા મહાનગરોની 10000 વસ્તીઓમાં પ્રત્યેક શાખાઓ 43000, ગુજરાતમાં વર્તમાન 1588 દૈનિક શાખાઓ, 1128 સાપ્તાહિક મિલન, 625 સંઘ મંડળ છે. હવે તો સંઘની શતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે તમામ તાલુકા તેમજ શહેરી વિસ્તારોમાં સંઘનું કામ શરૂ થઈ ગયું છે.

(1) સ્થાપક ડો. કેશવરાવ બલીરામ હેડગેવાર: તેમનો જન્મ 1લી એપ્રિલ 1889 વર્ષના વર્ષે પ્રતિપદાના શુભ દિવસે થયો હતો. (1925થી 1940) પ્રથમ સંઘને જાણો, ઓળખવાનો પ્રયત્ન કરો, પછી બોલો. સંગઠન જ રાષ્ટ્રની પ્રમુખ શક્તિ હોય છે. સંસારમાં કોઈપણ સમસ્યાનો ઉપાય સંગઠીત શક્તિના આધાર પર જ રહેલો છે. શક્તિહીન રાષ્ટ્રની આકાંક્ષા ક્યારેય સફળ થઈ શકતી નથી પરંતુ સામર્થ્યશાળી રાષ્ટ્ર કોઈપણ કાર્ય જ્યારે ઈચ્છે છે ત્યારે પોતાની ઈચ્છા અનુસાર કરી શકે છે. આપણે જેને સંગઠીત કરવા માગીએ છે એ તેઓ અસંગઠિત છે. આમાંથી કાર્યોપયોગી વ્યક્તિને શોધવી, તેમને સન્માનથી સંગઠનમાં અનુકુળ કાર્ય આપતા રહીને સૂત્રબદ્ધ અનુશાસિત આચરણ કરવા માટે સતત જાગૃત રાખવા તે બહુ સહેલું નથી નથી નથી છતાં પણ સદીઓ પહેલા સમ્રાટ સાલીવાહને માટીમાંથી મરદો સજર્યા એમ કહેવાય છે.

- Advertisement -

(2) દ્વિતિય સરસંઘચાલકજી માધવરાવ સદાશિવરાવ ગોલવલકર(ગુરુજી): જન્મ 19-2-1906. પ્રાથમિક માધ્યમિક ઈન્ટર સાયન્સ પછી અભ્યાસ કાશી વિદ્યાલયમાં કરેલ. પ્રાણીશાસ્ત્ર વિષયમાં એમ.એસ.સી.ની પદવી મેળવી હતી. જીવનકાળમાં શરૂ થયો હતો. તેઓ નાગપુર બનારસ હિંદુ વિશ્ર્વ વિદ્યાલયમાં બે વર્ષ અધ્યાપક કાર્ય કરી વિદ્યાર્થી પ્રિય થયા. વિદ્યાર્થી લાડથી ગુરુજી કહેતા ત્યારથી ગુરુજીથી પ્રખ્યાત થયા. આજે સંપૂર્ણ દેશના લાખો સ્વયંસેવકો હિતચિંતકોમાં ગુરુજી તરીકે પ્રસિદ્ધ થયા. 33 વર્ષના આ પ્રદીર્ઘ કાલખંડમાં તેમણે પ્રતિવર્ષ બે વાર સંપૂર્ણ દેશનો પ્રવાસ કર્યો. સ્વહસ્તે હજારો પત્રો લખ્યા, હજારો લોકોનો વ્યક્તિગત સંપર્ક કર્યો અને દેશભરના હજારો કાર્યકર્તા પરિવારોના આદરણીય સભ્ય બની રહ્યા. ગુરુજીનું 5 જૂન 1973ના રોજ નાગપુરમાં 67 વર્ષે અવસાન થયું.

(3) સંઘના તૃતીય સરસંઘચાલક પૂ. મધુકર દત્તાત્રેય દેવરસ (બાળાસાહેબ દેવરસ) : જન્મ 11 ડીસેમ્બર 1915 નાગપુરમાં થયો હતો. નાગપુરમાં મેટ્રીક બીએ અને ત્યારબાદ એલએલબી પરીક્ષા પાસ કરેલ. અનાથ વિદ્યાર્થી બસ્તી ગૃહમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. 1973થી 1994ના સમયમાં ત્રીજો ભાગ શરૂ થયો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ સાબિત કયું કે રાષ્ટ્ર ઉપર આવેલી લોકતાંત્રીક અથવા ભૌગોલિક સંકટોના સમયે એક સાથે મળીને દેશ અને સમાજની રક્ષા માટે પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. 17 જૂન 1996ના દિવસે પૂના ખાતે અવસાન પામ્યા હતા.

(4) સંઘના ચતુર્થ સરસંઘચાલક પ્રો. રાજેન્દ્રસિંહ (રજુ ભૈયા) : જન્મ 29 જાન્યુઆરી 1922 ઉત્તરપ્રદેશના બનેલ ગામ જિલ્લો બુલંદશહેર થયો હતો. જેઓના ગામના વડીલો, વૃદ્ધો અને સગાસંબંધીઓ રજ્જુ તરીકે સંબોધતા અને સંઘમાં રજ્જુભૈયાના નામે લોકપ્રિય થયા. 21 વર્ષની ઉંમરે અલ્હાબાદ વિશ્ર્વ વિદ્યાલયમાં ભૌતિક શાસ્ત્રના પ્રોફેસર અને પરમાણુ ભૌતિકીના સુવિખ્યાત વિદ્વાન હતા. અત્યંત કઠિન પરિસ્થિતિમાં પણ શાંત અને સૌમ્ય અને સંતુલનનો ઋષિતુલ્ય વ્યવહાર તેમની પોતાની સ્વભાવગત વિશિષ્ટતા હતી. સમગ્ર દેશમાં સંઘકાર્યના વિસ્તારમાં તેમણે દધીચિ ધર્મનું પાલન કર્યું જેની અસર તેમના સ્વાસ્થ્ય ઉપર થવાની હતી તે થઈ અને જેમનો આગ્રહ હતો શાખા જ સંસ્કાર ઘડતરનું માધ્યમ છે. તેમનું અવસાન 14 જુલાઈ 2003ના રોજ થયેલ હતું.

(5) પાંચમા સરસંઘચાલક કુપ.સી. સુદર્શનજી : જન્મ 18 જૂન 1931ના રોજ મધ્યપ્રદેશના રાયપુર શહેરમાં થયો. નાનપણથી જ મેઘાવી એવા મા.સુદર્શનજી ટેલિ કોમ્યુનિકેશનમાં એન્જિનિયરીંગની પદવી ધરાવે છે. ભરયુવાન વયે 23માં વર્ષે 1954ની સાલમાં તેઓ સંઘના પ્રચારક તરીકે નીકળ્યા. સુદર્શનજી સંઘકાર્યના વિસ્તાર માટે સતત પ્રવાસ કરતા રહ્યા. ચોથા ભાગની સફળતા બાદ હાલ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પાંચમા ચરણ તરફથી આગળ વધી રહેલ છે એટલે કે વર્તમાન સમય એક સંક્રાંતિકાળ છે. રેલગાડી પણ એક પાટા પર ચાલતા ચાલતા બીજી લાઈન પર ચડે છે ત્યારે તે સમયે કેટલાક ખખડાટ થાય છે, અવાજ સંભળાય છે અને લાગે છે કે અવ્યવસ્થા સર્જાઈ રહેલ છે પરંતુ એ બધું ગૌણ હોય છે અને મોટી બાબત એ છે કે આપણે આગળ વધી રહ્યા છીએ કે નહીં. અવસાન 15 સપ્ટેમ્બર 2012ના રોજ થયું હતું.

(6) છઠ્ઠા સરસંઘચાલક મા.મોહનજી ભાગવત (2009 વર્તમાન સરસંઘચાલક) તેમનો જન્મ 11 સપ્ટેમ્બર 1950ના દિવસે મહારાષ્ટ્રના વિદર્ભના ચંદ્રપુર ગામમાં થયો. તેઓ ડોકટર પંજાબ રાવ દેશમુખ વિદ્યાપીઠ અકોલા મહારાષ્ટ્રમાંથી પશુ ચિક્ત્સિા વિજ્ઞાનમાં સ્નાતક પદવી મેળવી હતી. તેમના પિતા મધુરકરરાવજી ભાગવત 1944થી 1951 સુધી ગુજરાતમાં સંઘના પ્રાંત પ્રચારક હતા. તેમની મિષ્ટ વાણી અને મિષ્ટ વ્યવહારે આ છ વર્ષના ગાળામાં ગુજરાતના લગભગ 115 ગામોમાં સંઘકાર્યની શાખાઓની જાળ પાથરી હતી. ઘરમાં સંઘનું જ વાતાવરણ હતું. માતાજી પણ રાષ્ટ્રસેવિકા સમિતિનું કામ કરતાં. શિશુવયથી જ મોહનજી સંઘની શાખામાં જવા લાગ્યા. વર્ષ 1975માં સંઘના પ્રચારક તરીકે નીકળ્યા. એ સમય ગાળામાં જ કટોકટી જાહેર થતા તેમણે ભૂગર્ભવાસ કરીને સંઘકાર્યનું દિશાદર્શન કર્યું.

આમ 1925થી 2024 સુધીમાં સંઘે વિવિધ ક્ષેત્રમાં સંઘના સ્વયંસેવક દ્વારા અભૂતપૂર્વ કામ શરૂ કરેલું છે. જેવી કે રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પક્ષ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વિદ્યાભારતી, ભારતીય ઈતિહાસ સંકલન સમિતિ, નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઈઝર, પંડિત દીનદયાલ શોધ સંસ્થાન, સ્વદેશી જાગરણ મંચ, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ભારતીય વિકાસ પરિષદ, વિશ્ર્વ સંવાદ કેન્દ્ર, વિશ્ર્વ વિભાગ, વિશ્ર્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સેવિકા સમિતિ, સંસ્કાર ભારતી, પૂર્વસૈનિક સેવા પરિષદ, ભારતીય વિચાર મંચ, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, સહકાર ભારતી, વનવાસી કલ્યાણ પરિષદ, ભારતીય કિસાન સંઘ, રાષ્ટ્રીય શીખ સંગત, ભારતીય શિક્ષણ મંડળ, ભારતીય મઝદૂર સંઘ, ભારતીય અધિવક્તા પરિષદ, લઘુ ઉદ્યોગ ભારતી, સંસ્કૃત ભારતી, ગ્રંથાલય ભારતી ઉપરોક્ત અનેક પરિવારક્ષેત્રોમાં નવા નવા લોકોને જોડી દેશભક્તિના સંસ્કારમાં પ્રવૃત્તમય કરેલું છે અને આજે વિશ્ર્વમાં પોતાની સંસ્થાનો, તાકાતનો પરચો દેખાડેલો છે.

સ્વતંત્રતા આંદોલનમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું સક્રિય યોગદાન રહ્યું છે. 1930 જંગલ સત્યાગ્રહમાં ડો. હેડગેવારજીને એક વર્ષનો કારાવાસ થયો. 1942 ભારત છોડો આંદોલન દરમિયાન અનેક રાષ્ટ્રીય નેતાઓને સ્વયંસેવકો દ્વારા ભૂગર્ભ સંરક્ષણ આપવામાં આવ્યું જેમાં જયપ્રકાશ નારાયણ અને અરુણા આશફઅલીને દિલ્હી પ્રાંતના સંઘચાલક હંસરાજ ગુપ્તાએ આશરો આપ્યો હતો.

17 ઓક્ટોબર 1947 ગુરુજી દ્વારા કાશ્મીરના મહારાજા હરિસિંહ સાથે મુલાકાત કરી અને મહારાજાને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ માટે તૈયાર કર્યા હતા. ભારત વિભાજનની ક્ષણોમાં હજારો હિન્દુ નિરાશ્રિત પરિવારના જીવનરક્ષક તકીકે સંઘના સ્વયંસેવકો પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.
કુદરતી આપદામાં સમાજની સંગાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આમ 1925થી 2024 સુધીમાં સંઘના સ્વયંસેવકોએ અભૂતપૂર્વ જનઆંદોલનો અને દેશમાં આવેલા કુદરતી પડકારોને પહોંચી વળવા માટે સંઘના સ્વયંસેવકોએ સમાજને સાથે રાખી અભૂતપૂર્વ કાર્યો કર્યા જેમાં અદ્ભુત સફળતા મળેલી છે. કુદરતી આપદામાં સમાજની સંગાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ખડેપગે રહ્યું અને રહેશે. વિદેશમાં પણ સંઘના કામનો દબદબો એટલો ચાલુ રહ્યો છે. 50 દેશોથી વધુમાં એચએસએસ હિન્દુ સ્વયં સેવક સંઘ તેમજ ભગિની સંસ્થાઓ દ્વારા હિન્દુ સંસ્કૃતિને સંઘના કાર્ય દ્વારા ઉજાગર કરી રહ્યું છે.

You Might Also Like

જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

PM મોદી આજે સાણંદમાં સેમિક્ધડક્ટર ATMP સુવિધાનું ઉદ્દઘાટન કરશે

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ

સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉદ્યોગોના વહેલા ભરપાઇ થતાં ધિરાણ પર પેનલ્ટી કે વ્યાજ વસૂલી શકાશે નહીં: RBI
Next Article દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

PM મોદી આજે સાણંદમાં સેમિક્ધડક્ટર ATMP સુવિધાનું ઉદ્દઘાટન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?