-સૌથી વધુ ખરાબ સ્થિતિ ચીન, ભારત, યુરોપ, ઉતરી અમેરિકા, આફ્રિકાની થશે
કહેવાય છે કે ત્રીજા વિશ્વ યુદ્ધ માટે પાણી જવાબદાર બનશે.દુનિયાની ત્રણ અબજ વસ્તી સમક્ષ આવનારા ભવિષ્યમાં જળ સંકટનો સામનો કરવો પડશે. વર્ષ 2050 સુધી અગાઉની તુલનામાં ચાર કરોડ વર્ગ કિલોમીટર નદી ખીણ ક્ષેત્ર અને ત્રણ અબજ વધારાના લોકોને પાણીની અછતનો સામનો કરવો પડશે.
- Advertisement -
પોટસડેમ ઈન્સ્ટીટયુટ ફોર કલાયમેટ ઈમ્પેકટ રિસર્ચ જર્મની અને નેધરલેન્ડના સંશોધકોએ આ દાવો કર્યો છે.સંશોધન નેચર કોમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશીત થયુ છે. આ સંકટના મહત્વપૂર્ણ કારણોમાં નદીઓમાં નાઈટ્રોજન પ્રદુષણ મહત્વનું છે.
વર્ષ 2050 માં તેમાં 39 ટકા વૃધ્ધિનું અનુમાન લગાવવામાં આવ્યું છે.10 હજારથી વધુ ઉપ બેઝીન શોધમાં જાણવા મળ્યુ કે જલ પ્રદુષણનાં કારણે 2000 થી વધુ નદીઓમાં પાણીનો ઘટાડો વધી ગયો હતો.2010 માં પાણીની અછતનો સામનો કરનારા ઉપ બેઝીનોની સંખ્યા 984 હતી.
ભારત, ચીન, યુરોપમાં સૌથી ખરાબ હાલત:
સૌથી ખરાબ સ્થિતિ ચીન, ભારત, યુરોપ, ઊતરી અમેરિકા, અને મધ્ય આફ્રિકાની બતાવાઈ છે. આ વિસ્તારો ભવિષ્યમાં સ્વચ્છ પાણીની અછતવાળા હોટ સ્પોટ હશે.
હાલમાં ઝડપથી શહેરીકરણ અને નાલાના પાણીનું સીધુ નદીમાં પડવુ, નાઈટ્રોઝન પ્રદુષણનુ મુખ્ય સ્ત્રોત બનવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે.
- Advertisement -
અત્યાર સુધી સંકટમાં 65 ટકા વસ્તી હતી:
છેલ્લા અધ્યયનો અનુસાર 1995-2005 માં 65 ટકા વસ્તી ગંભીર રીતે પાણીની અછતવાળા ક્ષેત્રોમાં રહેતી હતી.નવા અભ્યાસ અનુસાર 2010 માં વૈશ્ર્વીક વસ્તીનાં 45 ટકા પાણીની ગંભીર અછતવાળા ક્ષેત્રોમાં હતી. પાણીની ગુણવતાને સામેલ કરીએ તો દુનિયાભરનાં 80 ટકા વસ્તી સંકટમાં હતી.