પાણી વિના ભૂખ – તરસથી મરવાનો ભય
જો ગ્લોબલ વોર્મિંગ ન અટકયું તો અભૂતપૂર્વ અને વિનાશકારી પરિણામ
- Advertisement -
ગ્લેશીયર પૃથ્વી પર જલચક્ર યથાવત રાખવા માટે મહત્વના
આજે વિશ્વ જલદિવસ છે ત્યારે સંયુકત રાષ્ટ્રની એજન્સી યુનેસ્કો દ્વારા જાહેર વિશ્વ જલ વિકાસ રિપોર્ટ 2025 માં ગ્લેશીયરોના ઝડપથી પિગળવા પર ચિંતા વ્યકત કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર દુનિયાની કુલ 8.2 અબજ વસ્તીમાંથી જલ અને ભોજનની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
અભૂતપૂર્વ અને વિનાશકારી પરિણામો આવી શકે છે
રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે, જો ગ્લેશીયરોના પિગળવાનો હાલનો દર ચાલુ રહ્યો તો તેના વિનાશકારી અને અભૂતપૂર્વ પરિણામ આવી શકે છે. ખરેખર તો દર વર્ષે 22 માર્ચે વિશ્વ જલ દિવસ ઉજવવામાં આવે છે. આ કારણે આ વર્ષની થીમ પણ ગ્લેશીયર સંરક્ષણ છે તેનો એકમાત્ર ઉદેશ દુનિયાભરનાં ગ્લેશીયરોના બચાવ માટે તત્કાલ જરૂરીયાતો પર જોર દેવા અને વધતા વૈશ્વિક તાપમાનને ઘટાડવા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. ગ્લેશીયર પૃથ્વી પર જલચક્ર યથાવત રાખવા માટે મહત્વના છે.
- Advertisement -
બે તૃતિયાંશ કૃષિ ભૂમિને અસર થઈ શકે છે
રિપોર્ટ અનુસાર જલવાયું પરિવર્તનથી ગ્લેશિયરોનાં સંકોચાવા અને પર્વતીય ક્ષેત્રોમાં ઘટતી બરફ વર્ષાના કારણે દુનિયાની બે તૃતિયાંશ ભૂમિને અસર થાય છે. હાલમાં દુનિયામાં 2.75 લાખથી વધુ ગ્લેશીયર લગભગ 7 લાખ વર્ગ કિલોમીટરનાં ક્ષેત્રને કવર કરે છે પરંતુ જલવાયું ફેરફારની અસરથી આજે તે ઝડપથી પીગળી રહ્યા છે.
ભારત પર સંકટ: હિમાલયના ગ્લેશિયર ઝડપથી પીગળે છે
સરકાર તરફથી 2023 માં સંસદમાં એક રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો.જેમાં જણાવાયું હતું કે હિમાલયના ગ્લેશીયર અલગ-અલગ દરથી પિગળી રહ્યા છે. જલવાયુ પરિવર્તનનાં કારણે હિમાલયની નદીઓ કોઈપણ સામે પ્રાકૃતિક આપતિઓ ઉભી કરી શકે છે. સરકારનું માનવુ છે કે ગ્લેશીયરોમાં પિગળવાથી નદીઓનાં વહેણમાં અંતર આવશે તેનાથી વસ્તીના મોટા ભાગે અસર થઈ શકે છે.