ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આવતીકાલે શનિવારે અંબિકા ટાઉનશીપ, જીવરાજપાર્કમાં આવેલી રાજકોટની નામાંકિત ‘રાજકોટ પબ્લિક સ્કૂલ’ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ લોકોમાં જળ બચાવ અંગે જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાગૃતિ અભિયાનની રેલીમાં ‘રાજકોટ પબ્લિક સ્કૂલ’ના તમામ બાળકો, હોશભેર આ રેલીમાં જોડાયેલા બાળકોને પ્રોત્સાહન આપવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે મુખ્ય અતિથિવિશેષ એમ.એલ.એ. ડો. દર્શિતાબહેન શાહ રેલીમાં ફ્લેગઑફ કરશે. ‘ઠઘછકઉ ઠઅઝઊછ ઉઅઢ’ અભિયાન માટેની રેલી સવારે 8-30 કલાકે ‘રાજકોટ પબ્લિક સ્કૂલ’થી શરૂ થશે અને ત્યારબાદ 80 ફૂટ રોડ, સ્પીડવેલ ચોક, દ્વારિકાધીશ ચોકથી લઈને પાછી ‘રાજકોટ પબ્લિક સ્કૂલ’ પહોંચશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જનજાગૃતિ લાવીને જળનો થતો વ્યય અટકાવવા અને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તે માટેનો છે. લોકોને પાણી વિના ભવિષ્યમાં થનાર સમસ્યાઓથી અવગત કરાવવાનો છે.
આ સમગ્ર અભિયાનમાં સ્કૂલના ટ્રસ્ટીઓ અને કેળવણીકાર જીતેશભાઈ ઉકાણી, લખનભાઈ પટેલ અને આનંદભાઈ ડઢાણીયા ઉપસ્થિત રહેશે.