દાઓસ ખાતે વૈશ્વિક આર્થિક બેઠકમાં અભ્યાસ પેપર રજુ
વિશ્વના પાંચ અમીરોની સંપત્તિ 405 અબજ ડોલરથી વધી 869 અબજ ડોલર થઈ સામે પાંચ અબજ લોકો ગરીબીમાં ધકેલાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વમાં ભારત સહિતના દેશમાં ગરીબી હટાવવાના નારા સાથે એક બાદ એક સરકારોના વચન વચ્ચે પણ અમીર અને ગરીબો વચ્ચેની ખાઈ વધતી જાય છે અને એક તરફ 2020 બાદ વિશ્વના પાંચ અમીરોની સંપતિ ડબલ થઈ છે. તો બીજી તરફ પાંચ અબજ લોકો ગરીબ થયા છે. સ્વીટઝરલેન્ડના દામોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઈકોનોમીક ફોરમની વાર્ષિક બેઠક પુર્વેના વિશ્વમાં આર્થિક સમાજના વર્ગનો જાહેર કરેલા એક રિપોર્ટમાં આ કરૂણ વાસ્તવિકતા દર્શાવાઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિશ્વના પાંચ સૌથી અમીર લોકોની સંપતિ 2020થી આજ સુધીમાં 405 અબજ ડોલરથી વધીને 869 અબજ ડોલર થઈ છે અને તે સમયે જ વિશ્વમાં 5 અબજ લોકો ગરીબીમાં ધકેલાઈ ગયા છે. વિશ્વમાં આર્થિક સમાનતાની શકયતાઓ હવે વધુ નબળી પડી છે અને આજ સ્થિતિથી આગામી 229 વર્ષ પુરા વિશ્ર્વમાં ગરીબી ખત્મ થશે નહી તેવું તારણ આ રિપોર્ટમાં આપવામાં આવ્યું છે.