દર્દીઓ સુધી યોગ્ય દવા પહોંચાડનાર ફાર્માસિસ્ટના સન્માનમાં રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે
વિશ્ર્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશન (RPA) મહિલા સેલ દ્વારા 1000 પેકેટ સેનિટરી પેડ્સનું વિતરણ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ફાર્માસિસ્ટ એટલે…. દર્દીઓ સુધી સાચી દવા, સાચા સમયે, સાચી માત્રા માં જરૂરી માર્ગદર્શન સાથે પહોચાડનાર, ઉપરાંત હેલ્થકેર સીસ્ટમમાં નવા રોગો માટે નવી દવાઓ વેકસીનના રીસર્ચ, દવાઓ અને વેક્શીનનું મેન્યુફેકચરીંગ તેમજ પેશન્ટને એન્ટીબાયોટીક દવાઓના સુચારુ ઉપયોગ વિષે યોગ્ય સલાહ અને માહિતી આપી હેલ્થકેર સીસ્ટમના પાયાના ભાગ રૂપે વર્ષોથી ફાર્મસીસ્ટ કામગીરી કરી રહ્યા છે. કોવીડ-પેડેમીક સમય દર્મયાન ફાર્માસિસ્ટોએ નિષ્ઠાપુર્વક એમની ફરજ નિભાવવી છે એટલેજ આજે ભારત દેશને વિશ્ર્વની ફાર્મસી તરીકે ઓળખવામા આવે છે.આ ઉજવણીના ભાગ રૂપે રાજકોટના રેસકોર્સ ખાતે હેલ્થ અવેરનેસ કેમ્પ, વ્યસન મુકિત, હેલ્થ અવેરનેસ રેલીનુ કિશાનપરા ચોકથી આત્મીય કોલેજ સુધી રાજકોટ ફાર્માસિસ્ટ એશોસીએસન, દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આયોજન કરેલ છે. વિશ્વ ફાર્મસીસ્ટ દિવસ નિમિત્તે રાજકોટ ફાર્મસીસ્ટ એસોસિએશન (છઙઅ) મહિલા સેલ દ્વારા સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. 24 સપ્ટેમ્બર, સવારે 7:00 વાગ્યે રાજકોટની સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 1000 પેકેટ સેનિટરી પેડ્સનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ યુવતીઓમાં સ્વચ્છતા અને આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો છે.
વિશેષ કાર્યક્રમ
બી.કે. મોદી ગવર્નમેન્ટ ફાર્મસી કોલેજ-નશીલા પદાર્થો અને તેના દુરુપયોગ અંગે જાગૃતિ કાર્યક્રમ. નશાની આદતથી થતા શારીરિક, માનસિક અને સામાજિક દોષપ્રભાવો અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આત્મિય યુનિવર્સિટી: દવાઓ નિયમિત રીતે લેવાની આદત (ઉિીલ અમવયયિક્ષભય) અંગે જાગૃતિ. ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા દીર્ઘકાલીન રોગોમાં દવા નિયમિત લેવાની અગત્યતા સમજાવવામાં આવશે.
ઝઋૠઙ : મફત આરોગ્ય ચકાસણી કેમ્પ. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરીને જીવનશૈલી સુધારણા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન : ડેન્ગ્યુ અને મલેરિયા નિયંત્રણ અંગે અભિયાન. મચ્છરજન્ય રોગોથી બચવા સ્વચ્છતા અને સમયસર સારવારની અગત્યતા સમજાવવામાં આવશે.
એચ. એન. શુક્લા કોલેજ: કેન્સર પ્રતિકાર અને નિયંત્રણ અંગે જાગૃતિ. ધૂમ્રપાન, આલ્કોહોલ અને અસ્વસ્થ ખોરાકના જોખમો તથા વહેલી તકે નિદાનની અગત્યતા સમજાવવામાં આવશે.
આર. કે. યુનિવર્સિટી: બીએમઆઈ માપન, હાયપરટેન્શન ચકાસણી અને પેશન્ટ કેર જાગૃતિ. સ્થૂલતા, હૃદયરોગ તથા જીવનશૈલી સુધારણા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: ડાયાબિટીસ અંગે જાગૃતિ. કારણો, લક્ષણો તથા બ્લડ શુગરની નિયમિત તપાસની અગત્યતા પર ભાર મુકવામાં આવશે.
મારવાડી યુનિવર્સિટી: દવાઓના જવાબદાર ઉપયોગ (છફશિંજ્ઞક્ષફહ ઞતય જ્ઞર ઉિીલત) અંગે જાગૃતિ. સ્વ-દવાના જોખમો અને એન્ટિબાયોટિક્સના દુરુપયોગના પરિણામો સમજાવવામાં આવશે.
આર. ડી. ગાર્ડી કોલેજ: સ્માર્ટ હેલ્થ એપ્લિકેશન અને વ્યક્તિગત આરોગ્ય કાળજી અંગે જાગૃતિ. મોબાઇલ એપ્લિકેશન્સ દ્વારા ફિટનેસ, ચકાસણી અને દવાનો સમયસર ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની માહિતી આપવામાં આવશે
રાજકોટ ખાતેના રેસકોર્સ રીંગ રોડ પર બાલભવન ની નજીક જુદી-જુદી ફાર્મસી સંસ્થાઓએ તેમના વિદ્યાર્થીઓ પ્રોફેસરો તથા ફાર્મસીસ્ટઓ દ્વારા સ્ટોલ ઉભા કરી લોકોમાં દવાઓ વિશે સાચી જાણકારી તેમજ આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા એક અનોખી રીતે વર્લ્ડ ફાર્મસીસ્ટ ડે ની ઉજવણી કરવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા ફાર્મસી પ્રોફેશન સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ ભારે જહેમત ઉઠાવી છે, તે માટે આપશ્રીના બહોળી પ્રસિદ્ધી ધરાવતુ દૈનિક પેપરમાંથી જાહેર જનતા અને દર્દીઓને આ કાર્યક્ર્મનો લાભ મળે તે માટે જાગ્રુતિ ફેલાવવા અને પ્રેસનોટ આપવા આપ સાહેબશ્રી ને નમ્ર અરજ વિનંતિ છે.



