સ્વિટેક ઉપરાંત બારબારો સ્ટ્રાઈકોવા, જેસિકા પેગુલા અને વિક્ટોરિયા અજારેન્કાની જીત: પુરુષ સિંગલ્સમાં આંદ્રે રુબલેવ, ઈટાલીના લૉરેન્જો મુસેટીની આગેકૂચ
વિમેન્સ સિંગલ્સ કેટેગરીમાં વિશ્ર્વની નંબર વન ખેલાડી ઈગા સ્વિટેકે વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં દમદાર શરૂઆત કરી છે. વરસાદથી પ્રભાવિત પ્રથમ રાઉન્ડની એકતરફી મેચમાં તેણે ચીનની ઝૂ લીનને પરાજિત કરી છે.
- Advertisement -
અત્યાર સુધીમાં ચાર ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકેલી સ્વિતેકે લીનને 6-1, 6-3થી હરાવીને વિમ્બલ્ડનમાં પોતાનો પ્રથમ ખીતાબ જીતવા તરફ આગેકૂચ કરી છે. વર્ષ 2019માં સેમિફાઈનલમાં પહોંચનારી બારબોરા સ્ટ્રાઈકોવા આ વર્ષે પ્રથમ રાઉન્ડમાં જીત મેળવનારી પહેલી ખેલાડી બની હતી.
તેણે મરીના જનેવસ્કાને 6-1, 7-5થી હરાવી હતી. મહિલાઓમાં ચોથા ક્રમાંકની અમેરિકાની જેસિકા પેગુલાએ તેના વતનની લૉરેન ડેવિસને કાંટે કી ટક્કર સમાન મુકાબલામાં 6-2, 6-7, 6-3થી પરાજય આપ્યો હતો. વિક્ટોરિયા અબ્રેન્કાએ પ્રથમ રાઉન્ડમાં ચીનની યૂ યુઆનને 6-4, 7-5, 6-4થી હરાવી હતી.
જ્યારે મેન્સ સિંગલ્સમાં સાતમા ક્રમાંકિત આંદ્રે રુબલેવે એકતરફી મુકાબલામાં ઑસ્ટ્રેલિયાના મેક્સ પર્સેલને 6-3, 7-5, 6-4થી તો 14મા ક્રમાંકિત ઈટાલીના લૉરેન્જો મુસેટીએ પેરુના જુઆન પાબ્લો વેરિલાસને 6-3, 6-1, 7-5થી પરાજય આપ્યો હતો.
- Advertisement -
દરમિયાન પાછલી વખતના રનર્સ અપ નિક કિર્ગિયોસે કાંડાની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી નામ પરત લઈ લીધું છે. તેને 30મો ક્રમાંક મળ્યો હતો અને પહેલાં દિવસે ડેવિડ ગોફિન સામે રમવાનું હતું. કિર્ગિયોસ આ વર્ષે માત્ર એક જ મેચ રમી શક્યો છે. આ પહેલાં તેને ઘૂંટણમાં ઈજા થતા ઑસ્ટ્રેલિયન ઓપનમાંથી નામ પરત લેવું પડ્યું હતું.