ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જુનાગઢ જિલ્લામાં કાર્ય કરતાં વિવિધ ઓપીડી વેહિકલ્સ જેમ કે ધનવંતરી આરોગ્ય રથ જે બાંધકામ સાઇટ અને શ્રમિક વસાહતમાં જાય છે અને શ્રમયોગી આરોગ્ય સંજીવની જે જીઆઇડીસી વિસ્તારમાં જાય છે તેમજ મોબાઈલ હેલ્થ યુનિટ જે અંતરિયાળ ગામડાંઓમાં તેમજ નેશ વિસ્તારોમાં જઈ નિ:શુલ્ક દવાઓ આપી વિવિધ લેબ રિપોર્ટ કરી આપે છે. આ દિવસે આરોગ્ય રથની ટીમ દ્વારા દર્દીઓને આરોગ્ય સાચવવાની સમજણ, સમયાંતરે હેલ્થ ચેકઅપ તેમજ રોજીંદા જીવનમાં વિવિધ આહાર અને આહારની કુટેવ વિશે સમજાવવામાં આવેલ છે. દર્દીઓની પ્રાથમિક તપાસ કરી જરૂરી લેબ રિપોર્ટ કરવામાં આવ્યા હતાં. આરોગ્ય ટીમ દ્વારા વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણી કરતાં શ્રમિકો અને દર્દીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.
7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી: જૂનાગઢ જિલ્લામાં ધનવંતરી-શ્રમયોગી આરોગ્ય સંજીવની દ્વારા દર્દીઓને સહાય કરી
