By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 day ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 day ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 day ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 day ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 day ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 day ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 day ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    4 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    4 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 day ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 day ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: World Food Day : ભવિષ્યના એ પાંચ ‘સુપર ફૂડ’ જે પૃથ્વીને બચાવશે, જાણો ક્યાં ક્યાં સુપરફૂડ સામેલ છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > World Food Day : ભવિષ્યના એ પાંચ ‘સુપર ફૂડ’ જે પૃથ્વીને બચાવશે, જાણો ક્યાં ક્યાં સુપરફૂડ સામેલ છે
લાઇફ સ્ટાઇલ

World Food Day : ભવિષ્યના એ પાંચ ‘સુપર ફૂડ’ જે પૃથ્વીને બચાવશે, જાણો ક્યાં ક્યાં સુપરફૂડ સામેલ છે

Khaskhabar Editor
Last updated: 2021/10/16 at 12:47 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

શું તમે તમે સ્વસ્થ રહેવા માગો છો? અને સાથે પૃથ્વીનું રક્ષણ પણ કરવા માગો છો? તો તેના માટે તમને કહેવામાં આવે કે તમે પ્રાચીન અનાજનું ભોજન લો, શેવાળનું શાક અને થોરનું કચુંબર ખાઓ, તો શું તમે તે પસંદ કરશો?

વિશ્વ ફક્ત ત્રણ પ્રકારનાં અનાજ પર વધારે આધાર રાખી રહ્યું છે. ચોખા, મકાઈ અને ઘઉં. આ ત્રણ અનાજમાંથી જ દુનિયાભરના મનુષ્યો જરૂરી કૅલરીનો 60% ભાગ મેળવી રહ્યા છે.

આ ત્રણમાંથી પૂરતા પ્રમાણમાં કૅલરી મળી જાય છે, પણ જરૂરી અન્ય વિટામિન્સ અને મિનરલ્સ હંમેશાં તેમાંથી મળી રહે તેવું જરૂરી નથી.

- Advertisement -

એક નવા અહેવાલમાં ભવિષ્યના અનોખા એવા 50 ‘ફ્યૂચર ફૂડ’ની યાદી આપવામાં આવી છે, જે પૌષ્ટિક છે અને પર્યાવરણને અનુકૂળ પણ છે. તો એવા કયા ‘સુપર’ ફૂડ છે, જે ભવિષ્યની થાળીમાં જોવા મળશે?

મોરિન્ગા

- Advertisement -

મોરિન્ગાને ‘ચમત્કારિક ઝાડ’ કહેવામાં આવે છે કે જે દુષ્કાળમાં પણ ટકી રહે છે

મોરિન્ગા વૃક્ષને ઘણી વાર ‘ચમત્કારિક ઝાડ’ કહેવામાં આવે છે. તે બહુ ઝડપથી વિકસે છે અને દુષ્કાળમાં પણ ટકી જાય છે.

દક્ષિણ એશિયાના ઘણા પ્રદેશોમાં તે ઊગે છે અને તેનો ઉપયોગ ઔષધી તરીકે પણ થાય છે.

વર્ષમાં સાત વાર તેના પાન ઉતારી શકાય છે. તેમાં વિટામિન એ અને સી ઉપરાંત કૅલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ હોય છે. સૂપમાં પણ તે ઘણી વાર ઉમેરવામાં આવે છે.

ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયામાં તેની લાંબી સિંગોને કાપીને નાના નાના ટુકડા કરવામાં આવે છે.

તેને કરી અને સૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

સિંગમાં રહેલા બીયાં પણ ઓલેઇક એસિડ ધરાવે છે, જેનો સીધો સંબંધ શરીરમાં રહેલા ‘ગૂડ’ કૉલેસ્ટ્રોલ સાથે છે.

પાંદડાને દળીને પાવડર બનાવી શકાય છે, જેને સ્મૂધી, સૂપ, સૉસ અને ચામાં વાપરી શકાય છે.

બ્રિટિશ ડાયાબિટિક ઍસોસિયેશનના ડાયટિશિયન અને પ્રવક્તા પ્રિયા ટ્યૂ આ વાત સારી રીતે જાણે છે.

તેઓ કહે છે, “અમારા કુટુંબમાં આ ભાવતું ભોજન રહ્યું છે. શ્રીલંકામાં તેને કરીમાં નાખવામાં આવે છે. તમે સિંગને મોઢેથી તોડીને અંદરનો રસ ચૂસી શકો છો.”

આ પણ વાંચો: https://khaskhabarrajkot.com/2021/10/15/10-students-from-gujarat-hit-the-ground-running-in-the-top-100-results-of-jee-advance/ JEE એડવાન્સનું પરિણામ જાહેર ટોપ 100માં ગુજરાતનાં 10 વિદ્યાર્થીએ મેદાન માર્યું

વાકામે

આખા વર્ષ દરમિયાન વાનામે ખાતર કે જંતુનાશક દવા વગર જ પાકે છે

જાપાનમાં સદીઓથી દરિયા કિનારે ખાવા માટે વાકામે ભાજી ઉગાડાય છે.

વડવાઓના આત્માઓ માટે તેનો પ્રસાદ બનાવવાની પણ પરંપરા છે.

એક જમાનામાં આ ભાજીથી વેરો પણ ભરવામાં આવતો હતો.

હવે ફ્રાન્સ, ન્યૂઝિલૅન્ડ અને આર્જેન્ટિનાના દરિયાકાંઠે પણ તેને ઉગાડવામાં આવે છે. ખાતર કે જંતુનાશક દવા વિના જ આખું વર્ષ વાકામે પાકે છે. તેને ખેંચીને તડકામાં સૂકવવામાં આવે છે.

સૂકાયેલી ભાજી ભાવતો ખારો સ્વાદ ભોજનમાં ઉમેરે છે.

ઓમેગા-3 ફેટ્ટી એસિડ (eicosapentaenoic acid) આમ તો માત્ર શેવાળ ખાતી માછલીમાંથી જ મળે છે, પણ આ એક એવી વનસ્પતિ છે, જેમાંથી પણ તે મળી રહે છે.

પ્રિયા ટ્યૂ કહે છે, “સૌથી સુંવાળી એવી આ ભાજીમાં સારા એવા પ્રમાણમાં fucoidan પણ હોય છે. લોહીનું દબાણ ઓછું કરવા માટે ઉપયોગી એવું આ ફાઇબર છે. તેનાથી લોહી શુદ્ધ રહે છે અને ગાંઠ ન થવા દેવાના લક્ષણ પણ તેનામાં છે. સ્ટર ફ્રાયમાં તે બહુ સારી લાગે છે અને મેં તે હોંગકોંગમાં ખાધી છે.”

જોકે તેઓ ચેતવણી પણ આપે છે: “એ ખાસ યાદ રાખવું કે રોજ તે થોડા પ્રમાણમાં જ લેવી. બહુ આયોડિન ના આવે તે માટે તે જરૂરી છે. બીજું દરિયામાંથી હેવી મેટલમાં તેમાં ભળ્યા હોય છે.”

ફોનિયો

ફોનિયો આફ્રિકામાં પાકતું પ્રાચીન સમયનું કઠોળ છે

આ બહુ પ્રાચીન સમયથી આફ્રિકામાં પાકતું કઠોળ છે. માલીના બામ્બારા લોકો કહે છે કે આનો સ્વાદ એટલો સરસ હોય છે કે ક્યારેય રસોયાને ચિંતા ના થાય.

તેનુ કારણ એ કે તેને રાંધવું બહુ સહેલું છે.

5,000 વર્ષથી ફોનિયો ખાવામાં આવે છે. પ્રાચીન ઇજિપ્તમાં પણ તેને ઉગાડાતું હતું તેવા પુરાવા મળે છે.

તેમાં સફેદ અને કાળી એવી બે જાત છે. બહુ ઓછા વરસાદમાં તે તૈયાર થઈ જાય છે. પશ્ચિમ આફ્રિકાના સૂકા સાહેલ વિસ્તારમાં તે માત્ર 60થી 70 દિવસમાં તૈયાર થઈ જાય છે.

ફોનિયાના દાણા રેતી જેટલા નાના હોય છે. તેના પર અખાદ્ય પદાર્થ લાગ્યો હોય છે તેને પહેલાં દૂર કરવો પડે છે.

મોટા ભાગે તેને હાથેથી સાફ કરવામાં આવે છે, પણ હવે સેનેગલમાં મીલ પણ તૈયાર થઈ છે.

આયર્ન, ઝિન્ક અને મૅગ્નેશિયમથી ભરપુર ફોનિયોનો ઉપયોગ ભાતની જગ્યાએ થઈ શકે છે. તેમાંથી બિયર પણ બની શકે છે.

પ્રિયા ટ્યૂ કહે છે, “આ કઠોળનો સ્વાદ ચાખવાની મને ઘણી ઇચ્છા છે. મને લાગે છે કે તે લોકોને પસંદ પડશે, કેમ કે તે ગ્લુટેન ફ્રી છે.””બીજું કે ઓછા વરસાદમાં પણ તે પાકે છે તેથી ભવિષ્યમાં ગ્લૉબલ વૉર્મિંગમાં તે સારો વિકલ્પ બની શકે છે.”

નોપાલેસ થોર

નોપાલેસ ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકોને મદદરૂપ બની શકે છે

મેક્સિકન ભાણામાં નોપોલેસ થોરના પાંદડાં, ફળ અને ડાળખીઓ અચૂક જોવા મળે. હાથલા થોર પ્રકારનો આ થોર કાચો પણ ખાઈ શકાય છે કે તેને રાંધી પણ શકાય છે. તેનો જ્યૂસ અને જામ પણ બનાવી શકાય છે.

મધ્ય અને દક્ષિણ અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને યૂરોપમાં નોપાલેસ થોર સહેલાઇથી ઉગાડી શકાય છે.

કેટલાક ક્લિનિક પ્રયોગો થયા તેમાં જોવા મળ્યું છે કે થોરના ફાઇબરના કારણે ચરબીનો નિકાલ વધારે થઈ શકે છે. જોકે તેના કારણે વજન ઘટે કે કેમ તે હજી સાબિત થયું નથી. અન્ય પ્રયોગોમાં જોવા મળ્યું હતું કે તેના કારણે ટાઇપ-ટુ ડાયાબિટીસ ધરાવતા લોકોના લોહીમાં રહેલી શર્કરા ઘટાડી શકે છે. હેંગઓવરની અસરને પણ તે ઓછી કરી શકે છે.

થોરનો પ્રયોગ કરનારાએ તેની અસરો પણ જાણી લેવી જોઈએ. ઘણા લોકોને તેના કારણે ઝાડા થઈ જાય છે. ઉબકા પણ આવી શકે છે અને પેટ ભારે ભારે પણ લાગી શકે છે.

પ્રિયા ટ્યૂ કહે છે: “આરોગ્યની બાબતમાં કેટલાક રસપ્રદ દાવા થયા છે, પણ એ યાદ રાખવું અગત્યનું છે કે તે હજી સાબિત થયા નથી.””તેની આડઅસરો પણ થાય છે. મને ચિંતા થાય છે કે સ્વાસ્થ્ય માટે આનો ક્રેઝ જાગ્યો છે.”

બામ્બરા

બામ્બરાથી પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મેળવી શકાય છે

મગફળી કરતા થોડું તેલ ઓછું અને સ્વાદમાં થોડું વધારે ગળ્યું હોય છે. બામ્બરા કઠોળ તરફ પાક નિષ્ણાતોનું ધ્યાન ગયું છે, કેમ કે તેને નબળી જમીનમાં પણ ઊગાડી શકાય છે.

બીજું આ પાક જમીનમાં નાઇટ્રોજનનું ‘ફિક્સિંગ’ કરીને જમીનને વધારે ફળદ્રુપ બનાવે છે.

આફ્રિકાનું પરંપરાગત બામ્બરા દક્ષિણ થાઇલૅન્ડ અને મલેશિયાના કેટલાક પ્રદેશોમાં પણ પાકે છે. તેને બાફી શકાય છે, શેકી શકાય છે અને દળીને તેનો લોટ પણ બનાવી શકાય છે.

પૂર્વ આફ્રિકામાં તેનો રસ કાઢીને તેમાંથી સૂપ બનાવાય છે. તેને સંપૂર્ણ ખોરાક ગણવામાં આવે છે, કેમ કે તેમાં પ્રોટીન મોટા પ્રમાણમાં છે.

નવી રક્તવાહિનીઓને બનાવવા માટે ઉપયોગી એવા અગત્યના એમીનો એસિડ મેથિઓનાનઇન તૈયાર કરવામાં તે મદદરૂપ થાય છે.

શરીરની પ્રતિકારકશક્તિ માટે ઝિન્કનું પાચન થાય તે જરૂરી છે અને બામ્બરા તેમાં સહાયરૂપ છે.

તેમાં સેલિયમ પણ છે, જે થાઇરોઇડને કાબૂમાં રાખે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે.

ટ્યૂ કહે છે, “શાકાહારી અથવા વનસ્પત્યાહારી લોકો માટે આ કઠોળ બહુ ઉપયોગી એવું લાગે છે. વનસ્પતિ આધારિત પ્રોટીન તેમાંથી મળે છે અને તેનો પાક લેવો સહેલો છે તેનાથી પર્યાવરણને ફાયદો છે.”

“ભવિષ્યમાં મનુષ્ય માટેના આહારની શું સ્થિતિ હશે તેની સમસ્યા હાલમાં આપણી સામે આવીને ઊભી છે. તે વખતે વધારે સહેલાઈથી ઉગાડી શકાય એવા આ પ્રકારના બહુપયોગી ખાદ્યપદાર્થોની આપણને વધારે જરૂર છે.”

You Might Also Like

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

આ ટિપ્સ અપનાવવાથી 80%નું હાર્ટ એટેકનું જોખમ ઘટી જશે

હળદળ વાળું દૂધ અને પાણી પીવાના અનન્ય ફાયદા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુંદ્રા અદાણી પૉર્ટ: ગુજરાતના અદાણી પૉર્ટ્સના નિયંત્રણ પર ઈરાન કેમ નારાજ થયું? જાણો…
Next Article “નલ સે જલ” મિલ્કત વેરા ભરપાઈ ન કરી શકેલને રૂ.૨૦૦૦ સુધીનો મિલ્કત વેરો ભરે તેમને નળ કનેક્શન આપવાનો મેયરનો અભિગમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
લાઇફ સ્ટાઇલ

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
લાઇફ સ્ટાઇલ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?