Park Soo Ryunના નિધનથી કોરિયન ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે ડોક્ટરોએ તબીબોએ તેમને બ્રેન ડેડ જાહેર કરી હતી.
કોરિયન અભિનેત્રી Park Soo Ryunનું અચાનક નિધન થયું છે. જણાવી દઈએ કે તે માત્ર 29 વર્ષની હતી. રિપોર્ટ્સ અનુસાર 11 જૂને Park Soo Ryun ઘરે જતા સમયે સીડી પરથી નીચે પડી ગઇ હતી. જો કે, તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ આમાં તેઓ નિષ્ફળ જતાં અભિનેત્રીને બ્રેન ડેડ જાહેર કરવામાં આવી હતી.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
કોરિયન ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું
મહત્વનું છે કે અભિનેત્રીને એક દિવસ પછી જ જેજુ આઇલેન્ડમાં પરફોર્મ કરવાનું હતું. Park Soo Ryunના નિધનથી કોરિયન ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેના ચાહકો પણ શોકમાં છે. અકસ્માત બાદ અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે ડોક્ટરોએ તેને બચાવવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા પણ સફળ થઈ શક્યા નહીં. દુર્ઘટના બાદથી અભિનેત્રી કોઈ પ્રતિક્રિયા આપી રહી ન હતી. જે બાદ તબીબોએ તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. એવામાં હવે અભિનેત્રીના મૃત્યુ બાદ તેના પરિવારે મોટો નિર્ણય લીધો છે.
REST IN PEACE, PARK SOO RYUN 🕊️
Korean star Park Soo Ryun has passed away. She was 29. | via @philstarlife
FULL STORY: https://t.co/keP28YPQvz pic.twitter.com/JLLTppGaGM
— The Philippine Star (@PhilippineStar) June 13, 2023
માતા-પિતા ડોનેટ કરશે દીકરીના ઓર્ગન્સ
અભિનેત્રીના નિધનની સાથે જ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે તેના પરિવારે તેના શરીરના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલ અનુસાર અભિનેત્રીનો પરિવાર તેના અંગોનું દાન કરવા જઈ રહ્યો છે. આ બાબતે વાત કરતાં તેની માતાએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ‘તેમનું મગજ કામ કરતું નથી પણ તેનું હૃદય ધડકી રહ્યું છે. એટલા માટે તેના માતા-પિતા તરીકે એવું વિચારીને જીવીશું કે તેનું હૃદય બીજા કોઈની પાસે છે અને ધડકી રહ્યું છે. ‘
જણાવી દઈએ કે પાર્ક સૂએ વર્ષ 2018 માં “ઇલ ટેનોર” થી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે “ફાઇન્ડિંગ કિમ જોંગ વૂક”, “પાસિંગ થ્રુ લવ”, “સિદ્ધાર્થ,” અને “ધ ડે વી લવ્ડ” જેવા ઘણા શોમાં જોવા મળી હતી.