કોવિડ ૧૯ રોગચાળાને પગલે આપણે આપણા વિકાસની રીતો પર અને આર્થિક વ્યૂહરચના પર પુનઃ વિચાર કરવો પડશે એને પર્યાવરણને અનુકૂળ બનાવો પડશે. દરેક સમુદાયોને પાયાના સ્તરે કુદરતી સંસાધનો ઉપયોગ ઘટાડવો એના ફરી ઉપયોગ કરવા એનો રિસાઇકલિંગ કરવાના મંત્રને અપનાવવું પડશે. ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૧૯૭૨થી ઉજવવામાં આવે છે. ૫ જુન ૨૦૨૧ ની ઉજવણીની થીમ એર પોલ્યુશન છે. માનવજીવનના વિવિધ તબક્કામાં બાલ્યાવસ્થા અને યુવાવસ્થાને જીવનનો સુવર્ણકાળ ગણવામાં આવે છે. ડો.પંકજકુમાર મુછડીયા જણાવે છે કે દરેક માતા-પિતાએ પોતાના બાળકોને જીવનમાં વૃક્ષનું શું મહત્વ છે તે સમજાવવું જોઈએ. બાળકો પાસેથી વૃક્ષારોપણ કાર્ય કરી તેને વૃક્ષને પાણી સિંચવાનું કાર્ય સોંપવું જોઇએ. જેથી બાળક વૃક્ષને દરરોજ પાણી આપી વૃક્ષોને મોટુ કરવા માટે પોતાનું યોગદાન આપી શકે. આ બાળક મોટું થઈને દેશનો યુવાન બનવાનો છે. ભારત યુવાનોનો દેશ છે. આધુનિક પર્યાવરણમાં આપણે ધરતીમાતાના વારસદાર છીએ. તેથી આપણે જમીન પ્રદૂષણ અટકાવવુ અને જમીનમાંથી પ્રાપ્ત થતાં વિવિધ ખનીજોનો બિનજરૂરી ઉપયોગ ટાળવો એ આપણી નૈતિક ફરજ છે અને આ શ્રેષ્ઠ કાર્ય આપણા યુવાનો જ કરી શકે. જો આપણે પર્યાવરણને બચાવીશું તો પર્યાવરણ આપણને બચાવશે. જળ એજ જીવન તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ જેથી ભવિષ્યમાં જળસંકટ ઉદભવે નહીં. ગુજરાતના લોકો ગામડાઓમાં ચેકડેમોનું નિર્માણ કરી વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી ગ્રામીણ ગુજરાતમાં જળ સંકટ ટાળી શકાય. જળ એ જીવન છે વૃક્ષ વાવો વરસાદ લાવો જેવા સૂત્રોને યુવાનો ગ્રામીણ ગુજરાતમાં ઠેરઠેર સંદેશો પહોંચાડે તો ચોક્કસ પર્યાવરણ સંરક્ષણ અંગેની વિશેષ કામગીરી થઈ શકે. ૨૦૧૭માં સરકારના યુથ ઇન ઇન્ડિયા નામના રિપોર્ટ મુજબ કુલ વસ્તીના ૩૪. ૮ ટકા લોકોની ઉંમર ૧૫ થી ૨૯ ની વચ્ચેની છે. ડો.પંકજકુમાર મુછડીયા જણાવે છે કે પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસનું આવરણ. માનવીની આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિ અને સજીવો વચ્ચેના પારસ્પરિક સંબંધોને પર્યાવરણ તરીકે ઓળખાવી શકાય. માનવીના શારીરિક અને બૌદ્ધિક વિકાસનો આધાર શુદ્ધ પર્યાવરણ પર રહેલો છે અને આ શુદ્ધ પર્યાવરણ પૃથ્વી પર વધુમાં વધુ વૃક્ષો વાવવાથી શક્ય બને છે. પર્યાવરણ એટલે સજીવ સૃષ્ટિના અસ્તિત્વને અસર કરતી પ્રક્રિયાઓનો સરવાળો. પૃથ્વીની આજુબાજુના વાતાવરણમાં વૃક્ષો પર્વતો જમીન પાણી આકાશ વગેરેનો સમાવેશ થાય છે તેને પર્યાવરણ તરીકે ઓળખાવી શકાય. માનવી જ્યાં વસવાટ કરે છે તે પ્રદેશનું ભૌગોલિક સ્થાન જળ આબોહવા વનસ્પતિ અને જીવસૃષ્ટિ એવા અનેક પ્રાકૃતિક તત્વના પારસ્પરિક સંબંધથી નિષ્પન્ન થતી સ્થિતિને પર્યાવરણ કહેવાય છે. ભારત એક યુવા રાષ્ટ્ર તરીકે ઓળખાય છે. અહીંની વિભિન્ન ગતિવિધિઓમાં યુવાવર્ગની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. યુવાનોના સક્રિય પ્રયાસોથી આપણે પર્યાવરણની વિવિધ સમસ્યાઓનો ઉકેલ મેળવી શકીએ છીએ.
આજે વિશ્વ પર્યાવરણ દિવસ!
You Might Also Like
Follow US
Find US on Social Medias