આજે વિશ્વમાં વર્લ્ડ બાયોફ્યુલ ડે મનાવવામાં આવી રહ્યો છે. જેની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણાના પાણીપતના ખેડૂતોને એક મોટી ભેટ આપવા જઇ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાણીપતમાં એક 2જી ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા જઇ રહ્યા છે. વડાપ્રધાન વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ધાટન સમયે કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી પ્લાન્ટમાં હાજર રહેશે. પરાલી સળગાવવાના કારણે વાયુ પ્રદુષણને રોકવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક વર્ષથી સતત તેને ઘટાડવા માટે પ્રયાસો કરી રહી છે. આ 2જી ઇથેનોલ પ્લાન્ટથી હવે પ્રદુષણમાં પણ ઘટાડો થશે.
- Advertisement -
World Biofuel Day: PM Modi to dedicate 2G ethanol plant in Panipat to nation
Read @ANI Story | https://t.co/oPLfhyFncz#PMModi #WorldBiofuelDay #2Gethanolplant pic.twitter.com/yOHCrIX8hm
— ANI Digital (@ani_digital) August 10, 2022
- Advertisement -
900 કરોડના ખર્ચ બનશે પ્લાન્ટ
ઉલ્લેખનીય છે કે, 35 એકરની જમીનમાં આ પ્લાન્ટ બનાવવામાં 909 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટનું નિર્માણ પ્રાજ ઇન્ડસ્ટ્રી લિમિટેડએ કર્યું છે. હવે પાણીપત જિલ્લામાં ખેડૂતોને પરાલી બાળવાની જરૂર નહીં પડે, તેમજ તેમને તેમાંથી આવક પણ મળશે. પ્લાન્ટમાં રોજ 1 લાખ લીટર બાયો ફ્યુલથી ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવશે. ઇથેનોલનું ઉત્પાદન અનાજ કે ઘઉંના વધેલા અવશેષો એટલે પરાલીમાંથી થશે.
પ્રદુષણમાં ઘટાડો થશે
માનવામાં આવી રહ્યું છએ કે, આ પ્લાન્ટથી પંજાબ સહિત દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાના કેટલાક વિસ્તારોના પ્રદુષણમાં ઘટાડો નોંઘાશે. રિફાઇનરીમાં નવા બનેલા 2જી ઇથેનોલ પ્લાન્ટમાં જ ઇથેનોલ તૈયાર થશે. પરાલી ખરીદવા માટે જિલ્લામાં કૃષિ વિભાગ કસ્ટમ હાયરિંગ સેન્ટર સ્થાપવામાં આવશે. સેન્ટના માધ્યમથી ખેડૂતોના ખેતરની પરાલીને ખરીદવામાં આવશે.