નિષ્ણાતો દ્વારા સી-ફૂડ પ્રોસેસિંગમાં સ્ટાર્ટઅપ્સ, MSME, ઈનોવેશન અને સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) તેમજ સાવલી ટેક્નોલોજી અને બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI)ના સહયોગથી “ફૂડ પ્રોસેસિંગમાં MSME/સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ વાતાવરણ લાવવું”ની થીમ પર હોટેલ લોર્ડ્સ પોરબંદર ખાતે સેમિનાર ક્રમ વર્કશોપ યોજાયો હતો.
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ રોજગારી તકો ઉભી કરવા અને દેશની આગળ લઈ જવા માટે એમએસએમઈ ઘણું મહત્વ છે. અને આ એમ એસએમઈનો વિકાસ સ્ટાર્ટઅપ દ્વારા થઈ શકે છે.
પોરબંદર વિસ્તારના લોકોમાં ભરપૂર સાહસિકતા રહેલી છે આ સાહસિકતાનો યોગ્ય દિશા મળે અને જિલ્લા સીંગદાણા,ચણા સહિતની ખેતઉત્પાદનોમાં નવા આઈડિયા વિકસાવીને એમએસએમઈ, સ્ટાર્ટઅપ માટે યુવાઓ ઉધોગ સાહસિકો આગળ આવીને નવી ઈકો સિસ્ટમ બનાવે તે માટે માર્ગદર્શન આપ્યું હતું



